ફરિયાદ:મહેસાણામાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મુદ્દે મારામારીમાં 3 ને ઈજા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલો કરનાર પડોશી 7 શખ્સો સામે ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં સોમનાથ સોસાયટીની સામે આવેલા છાપરામાં રહેતા રમેશભાઈ મફાભાઈ દેવીપૂજકના પુત્રવધુ આશાબેને અરવિંદભાઈ દેવીપૂજકને અગાઉ હાથ ઉછીના રૂપિયા આપેલા હોઈ તે બાબતે આશા સાથે બોલાચાલી કરતા હોવાથી 11 નવેમ્બરના રોજ રમેશભાઈ અને તેમની પત્ની તેમજ દીકરા સહિતનો પરિવાર અરવિંદભાઈને પૈસા આપવા માટે સમજાવતા અરવિંદભાઈએ તમને પૈસા પાછા મળશે નહીં થાય તે કરી લેજોનું કહેતા ત્રણે જણા પોતાના ઘરે પરત આવીને સૂઈ ગયા હતા.

દરમિયાન મોડી રાત્રે તેમની બાજુમાં રહેતો ડાહયાભાઈ દેવીપૂજક તેમના દીકરા વેલજીને લોખંડની પાઇપથી આડેધડ મારતો હોય તેને માથામાં ઇજા પહોંચતા રમેશભાઈ છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારે ડાહયાભાઈના દીકરાઓએ પણ હુમલો કરીને તેમને અને દીકરાને માર મારવા લાગ્યા હતા. હુમલો કરનાર ડાહ્યાભાઈ દેવીપૂજક સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

આમની સામે ફરિયાદ નોંધાઈ
1 - ડાહ્યાભાઈ છગનભાઈ દેવીપૂજક
2 - રમેશભાઈ છગનભાઈ દેવીપૂજક
3 - સંજયભાઈ ડાહ્યાભાઈ દેવીપૂજક
4 - ગણપતભાઈ ડાહ્યાભાઈ દેવીપૂજક
5 - બકાભાઇ ડાહ્યાભાઈ દેવીપૂજક
6 - અરજણભાઈ છગનભાઈ દેવીપૂજક
7 - અરવિંદભાઈ ડાહ્યાભાઈ દેવીપૂજક
રહે તમામ નાગલપુર મહેસાણા

અન્ય સમાચારો પણ છે...