મંજૂરી:મહેસાણામાં 16 વર્ષમાં 2. 5 લાખ ટન કચરો ડમ્પિંગ સાઇડમાં, રૂ. 1 કરોડમાં 25000 ટનનો નિકાલ કરાશે

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાદેશિક કમિશ્નરે ગ્રાન્ટ મંજૂરી આપતા પાલિકા હવે ટેન્ડર કરશે, 6 માસમાં 10 ટકા કચરો ઉલેચાશે

મહેસાણા શહેરમાં રોજે રોજ 80 ટન ઘનકચરો નગરપાલિકા જાહેર રસ્તા, કોમર્શિયલ સેન્ટરો, દુકાનો તેમજ ડોર ટુ ડોર કલેક્શન કરીને શોભાસણ રોડ ડમ્પિંગ સાઇડ નિકાલ કરી હતી છે અને છેલ્લા 16 વર્ષથી ડમ્પિંગ સાઇડ ભરાયેલ કચરાનો એકપણ વખત નિકાલ ન થવાના કારણે અંદાજે અઢી લાખ ટન કચરાનો ભરાવો થયો છે અને ઉચા ઠગ ખડકાયા છે. આ દરમ્યાન ગાંધીનગર પ્રાદેશિક કમિશ્નર દ્વારા વેસ્ટ ડમ્પિંગ સાઇડ પર જમા વર્ષો જૂના કચરાના નિકાલ માટે રૂ. 1.01 કરોડની વહીવટી મંજૂરી આપતા હવે નગરપાલિકા ટેન્ડર કરીને આગામી છ મહિનામાં ગ્રાન્ટ મર્યાદામાં કચરાનો નિકાલ કરશે.

નોધનીય છે કે, રૂ. એક કરોડના ખર્ચમાં ડમ્પીગ સાઇડથી માંડ 10 ટકા એટલે કે 25000 ટન ઘન કચરાનો નિકાલ થઇ શકશે. મહેસાણા નગરપાલિકાને 15માં નાણાપંચમાં વર્ષ 2020,21માં ફાળવેલ ગ્રાન્ટમાંથી બચત રકમ પૈકી વેસ્ટ ડમ્પિગ સાઇડ પર જમા લેગસી વેસ્ટ (વર્ષોજુના કચરા)નો બાયો માયનીંગ પધ્ધતિ (સેગ્રીગેશન) થી નિકાલ કરવા રૂ. 1. 01 કરોડની વહીવટી મંજુરીનો પ્રાદેશિક કમિશ્નર ગાંધીનગર દ્વારા હુકમ કરાયો છે.

આ અંગે ચીફઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે,વર્ષ 2005 થી ડમ્પીગ સાઇડ અઠી લાખ ટન કચરાનો ભરાવો થયેલો છે.હવે આ કચરાના નિકાલ માટેનું આયોજન કરાયુ છે,ટેન્ડર કરીને બે મહિનામાં કામગીરી શરૂ કરાશે અને છ મહિનામાં 25હજાર ટન કચરાનો નિકાલ થશે. બાંધકામ શાખાના સુત્રોએ કહ્યુ કે, એજન્સી વેસ્ટ કચરાને સેગ્રીગેટ એટલે કે પ્લાસ્ટીક, લોખંડ વગેરે અલગ અલગ કચરે અને રીસાયકલીગ વેસ્ટ 85 ટકા કચરો લઇ જઇ નિકાલ કરશે,જ્યારે રીસાયકલીગ ન થઇ શકે એવા 15 ટકા કચરાને ડમ્પીગ કરાશે.એક કરોડના ખર્ચમાં અંદાજે 25હજાર ટન કચરાનો નિકાલ થશે.

કચરા નિકાલ માટે કેન્દ્રની 9 કરોડની દરખાસ્ત
નગરપાલિકા દ્વારા વર્ષો જૂના ભરાયેલા ઘન કચરાના કાયમી નિકાલ માટે અલગથી કેન્દ્ર સરકારના અમૃત પ્રોજેક્ટમાં રૂ. 9 કરોડના આયોજનની દરખાસ્ત કરાયેલ છે. આ પ્રોજેક્ટ હેઠળ ગ્રાન્ટ મળ્યે તબક્કાવાર ડમ્પિંગ સાઇડથી ઘનકચરાનો નિકાલ થશે તેમ પાલિકા સૂત્રોએ કહ્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...