તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મહેસાણામાં 5 દિવસમાં કોરોનાની સારવાર દરમિયાન 16નાં મોત,નવા 37 દર્દીઓ વધ્યા

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બનાસકાંઠામાં 59, પાટણમાં 33, સાબરકાંઠામાં 16 અને અરવલ્લીમાં 6 કેસ

જિલ્લામાં શનિવારે કોરોનાની સારવાર લઇ રહેલા વધુ 6 દર્દીઓનાં મોત સાથે છેલ્લા 5 દિવસમાં મૃત્યુ આંક 16 થયો છે. જોકે, આરોગ્ય વિભાગ અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોઇ શકે તેમ જણાવે છે. અમદાવાદના મેઘાણીનગરના અને મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 62 વર્ષના જીતેન્દ્રભાઇ પ્રજાપતિ, મહેસાણાનાં નિરૂબેન શાહ (61),મહેસાણાના તુલસી ભાઇ પ્રજાપતિ (80), વિજાપુરના મહેશ્વરપુરાના જગદીશભાઇ પટેલ (50), કડીના મેડા આદરજ ગામના દિનેશજી ઠાકોર (48) અને મહેસાણાના કેતનકુમાર રામી (50)નું મૃત્યુ થયું હતું. જ્યારે નવા 37 પોઝિટિવ કેસ આવ્યા છે.

જેમાં મહેસાણામાં 13, વિસનગર-8, કડી-7, વિજાપુર-3, ઊંઝા-2, સતલાસણા-2, વડનગર-2 કેસનો સમાવેશ થાય છે. જેમાં શહેરી વિસ્તારમાં 22 અને ગ્રામ્યમાં 15 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે 567 સેમ્પલ લેવાયા હતા અને 28 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ છે. હજુ 548 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. શનિવારે ઉ.ગુ.માં 151 કેસ નોંધાયા, જેમાં બનાસકાંઠા 59, પાટણ 33, સાબરકાંઠામાં 16 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા હતા.

જિલ્લામાં કોરોનાની રસીનું લિસ્ટ તૈયાર,મહેસાણા તાલુકામાં 5000 આરોગ્યકર્મીઓને રસી અપાશે
કોરોનાની રસી આગામી જાન્યુઆરીમાં અપાય તેવી શક્યતા વચ્ચે મહેસાણા જિલ્લાના સરકારી- ખાનગી હોસ્પિટલના આરોગ્ય કર્મીઓનું રસી આપવા માટેનું લિસ્ટ તૈયાર થઇ ગયું છે. જાણવા મળ્યા મુજબ મહેસાણા તાલુકાના 5 હજારથી વધુ આરોગ્યકર્મીઓ રસીની લાઇનમાં છે.

અન્ય તાલુકાઓની જેમ મહેસાણા તાલુકાની આગામી મંગળવારે ટાસ્ક ફોર્સની મિટિંગ મળનારી છે, તેમાં રસી સંબંધી ચર્ચા થશે. આરોગ્યકર્મી બાદ બીજા ક્રમે 50 વર્ષથી ઉપરના તમામ અને 50થી નીચેના કે જેમને ડાયાબિટીસ, બીપી જેવી અન્ય બીમારી હોય તેમને રસી અપાશે.

શનિવારે નોંધાયેલા કોરોના સંક્રમિત દર્દીઓ
મહેસાણા :

પ્રશાંતસિનેમા રોડ (55)(પુરૂષ)
ધરમસિનેમા રોડ (45)(મહિલા)
માનવઆશ્રમ (36)(પુરૂષ)
રામોસણા રોડ (75)(મહિલા)
મોઢેરા રોડ (45)(પુરૂષ)
આઝાદચોક (58)(પુરૂષ)
વિસનગર લીંક રોડ (56)(પુરૂષ)
સોમનાથ રોડ (67)(પુરૂષ)
દવાડા (81)(પુરૂષ)
પીલુદરા (48)(મહિલા)
બળવંતપુરા (56)(પુરૂષ)
દેદિયાસણ (32)(પુરૂષ)
બોરિયાવી (42)(પુરૂષ)
કડી :
કડી (44)(મહિલા)
સુજાતપુરા રોડ (56)(પુરૂષ)
કડી (48)(પુરુષ)
મેઢા (70)(પુરૂષ)
ડરણ (63)(પુરૂષ)
નાનીકડી (42)(પુરૂષ)

વિસનગર :
દેણપ (86)(પુ)
ભાન્ડુ (72)(પુરૂષ)
ખેરાલુ રોડ (70)(પુરૂષ)
ખેરાલુ રોડ (67)(પુરૂષ)
દરબાર રોડ (65)(પુરૂષ)
કડા દરવાજા (36)(પુરૂષ)
ખોજાનુ પરૂ (72)(મહિલા)
બાજીપટેલ વ્હોરવાડ (29)(પુ)

વડનગર :
નદીઓળ દરવાજો (74)(પુરૂષ)
પથીવાળો માઢ (64)(પુરુષ)

વિજાપુર :
સયાજીનગર (58)(પુરુષ)
રણાસણ (26)(પુરૂષ)
સતલાસણા : વાવ (34)(પુ)
ખટાસણા (53)(પુરૂષ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો