સરવૈયું:મહેસાણામાં વર્ષમાં 15 લાખ મહિલાએ સિટી બસમાં ફ્રી ટ્રિપ કરી

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
તોરણવાળી ચોકમાં સફળ એક વર્ષની કેક કાપી ઉજવણી કરાઇ હતી. - Divya Bhaskar
તોરણવાળી ચોકમાં સફળ એક વર્ષની કેક કાપી ઉજવણી કરાઇ હતી.
  • 8 રૂટમાં સર્વિસ પાછળ પાલિકા સ્વભંડોળ અને સરકારના અંદાજે રૂ. 1.54 કરોડ ખર્ચાયા

રાજ્યમાં એકમાત્ર મહેસાણા શહેરમાં મહિલાઓ અને દિવ્યાંગો માટે ફ્રી સાથે ચાલતી નગરપાલિકાની સિટીબસ સેવાના એક વર્ષની સફળતાની તોરણવાળી ચોકમાં કેક આપીને ઉજવણી કરાઇ હતી. આ એક વર્ષ દરમ્યાન શહેરના 8 રૂટમાં એજન્સીરાહે દોડતી સિટી બસ સેવા પાછળ સરકારી સહાય અને પાલિકાના સ્વભંડોળમાંથી મળીને અંદાજે રૂ. દોઠ કરોડ ખર્ચાયા છે.

5 સપ્ટેમ્બર 2021થી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે શરૂ કરાયેલ સિટીબસ સર્વિસને 5 સપ્ટેમ્બર 2022 મહેસાણાના સ્થાપના દિવસે એક વર્ષ પૂર્ણ થયું છે. સેવા મહિલાઓ અને દિવ્યાંગો માટે ફ્રી હોઇ રોજીંદી સરેરાશ 5 હજાર મહિલાઓ શહેરમાં એક સ્થળથી બીજા સ્થળે કામકાજમાં સિટીબસ સેવાનો ઉપયોગ કરી રહી છે. દર મહિને સરેરાશ 1.25 લાખથી વધુ મહિલાઓ સિટીબસ સવારી કરી છે.

અને વર્ષમાં 15 ઓગસ્ટની સ્થિતિ સુધી મહિલાઓનો સિટીબસ મુસાફરીનો આંકડો 15 લાખ સુધી પહોંચ્યો છે. આ એક વર્ષ દરમ્યાન 6605 દિવ્યાંગોએ નિશુલ્ક સિટીબસ સેવાનો લાભ લીધો છે. જ્યારે ટિકિટની એક વર્ષ દરમ્યાન કુલ 3. 33 લાખ પુરુષ, 9343 સિનિયર સિટિઝન અને 17876 વિદ્યાર્થીઓએ સિટીબસમાં મુસાફરી કરી છે. સપ્ટેમ્બર 2021થી જુલાઇ 2022 સુધીમાં સિટીબસ સર્વિસ પાછળ રૂ. 1.41 કરોડ ખર્ચ થયો છે. જેમાં દર મહિને સરેરાશ અંદાજે રૂ. 13 લાખલેખે ઓગસ્ટના અંદાજે રૂ. 13 લાખનો ઉમેરો કરતાં એક વર્ષમાં અંદાજે રૂ. 1.54 કરોડ ખર્ચ થાય છે.

8 રૂટમાં દોડાવાતી સીટીબસ સેવા આ દરમ્યાન ક્યાંક બ્રેકડાઉન થયાના પણ કિસ્સા થયા છે.જોકે એજન્સી દ્વારા હવે કોઇ રૂટ બ્રેકડાઉનની સ્થીતીમાં બંધ ન રાખવો પડે એટલે તાજેતરમાં એક એકસ્ટ્રા બસ વસાવી છે અને કોઇ રૂટમાં લાંબો સમય સીટીબસ બ્રેકડાઉન રહે તો વિકલ્પમાં એક્સ્ટ્રા બસથી રૂટ ચલાવશે તેમ પાલિકાના સુત્રોએ કહ્યુ હતું.

સોમવારે સવારે તોરણવાળી ચોકમાં પાલિકાના પ્રમુખ વર્ષાબેન એમ.પટેલ,ઉપપ્રમુખ કાનજીભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમખુ મુકશેભાઇ પટેલ,ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન પ્રહલાદભાઇ પટેલ,કોર્પોરેટર જનકભાઇ બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ હરેશ પટેલ,એજન્સી પ્રતિનિધી અને ડ્રાઇવર, કન્ડક્ટર ટીમની ઉપસ્થિતિમાં કેક કાપીને એક વર્ષની ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...