તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહેસાણામાં બાકી વેરો નહીં ભરતાં 13 દુકાનોને સીલ માર્યું

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની મોઢેરા, રાધનપુર અને માલ ગોડાઉન રોડ પર કાર્યવાહી
 • પારેખ પોઇન્ટમાં 10 દુકાન સીલ કરવા ગયેલી ટીમને 6 દુકાને બિલ ચૂકવ્યું

મહેસાણા નગરપાલિકાની ટીમે બુધવારે મોઢેરા રોડ, રાધનપુર રોડ અને માલ ગોડાઉન રોડ પરની 19 દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં 6 દુકાનદારોએ વેરો ભરતાં બાકીની 13 દુકાનો સીલ કરી દેવાઇ હતી.

ટીમે 19 દુકાનનો કુલ રૂ. 8,89,299 વેરો બાકી હોઇ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માલ ગોડાઉનના ઉન્નતિ માર્કેટમાં જયંતિલાલ પારેખદાસ પટેલની એક દુકાન રૂ.2,71,566 અને તેમની રાધનપુર ચાર રસ્તા પારેખ પોઇન્ટમાં આવેલી ચાર દુકાનનો રૂ.1,09,225 વેરો ભરપાઇ ન થતાં આ પાંચેય દુકાનો સીલ કરાઇ હતી.

આ ઉપરાંત જગદીશ ચેમ્બરમાં શંકરભાઈ મોતીભાઈ ચૌધરીની દુકાન નં.8 રૂ.36,503 બાકી વેરામાં, મોઢેરા ચોકડી શ્યામ સુપરમોલમાં કેયુરભાઇ જશુભાઇ પટેલની દુકાન રૂ.33,025 બાકી વેરામાં, સફલ શોપિંગ મોલમાં સુલેશ્વરી ઇન્ડસ્ટ્રીઝની ફર્સ્ટ ફ્લોરમાં એક અને ત્રીજા માળે ત્રણ મળીને 4 દુકાનનો કુલ રૂ.1,75,285 બાકી વેરો, રાજકમલ નજીક સિગ્માના ભોંયતળિયામાં મેસર્સ ચીટુ રિયાલીટી પ્રા.લી.ની બે દુકાનોનો રૂ.1,14,980 બાકી વેરામાં આ તમામ દુકાનો સીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો