મહેસાણા શહેરમા આવેલ અલગ અલગ કેન્દ્રમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.ત્યારે બીજી શહેરમાં અલગ અલગ શાળામાં પરીક્ષા આપવા આવેલા ત્રણ જેટલા વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષા દરમિયાન તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સએ તાત્કાલિક સારવાર આપી દેવદૂત બની હતી.
3 વિદ્યાર્થીઓની તબિયત લથડી
મહેસાણા શહેરમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન પેપર લખી રહેલા ત્રણ જેટલા વિદ્યાર્થીઓની એકાએક તબિયત લથડતા તેઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવામાં આવી હતી.જેમાં સૌરભ વિદ્યાલયમાં પેપર આપતી પરિક્ષાર્થી નિકીતાં, સાર્વજનિક સ્કૂલમાં સાહિલ પરમાર તેમજ કેરીના ઠાકોરને ચાલુ પેપર દરમિયાન વોમેટિંગ, ચક્કર આવવા તેમજ પેટમાં દુખાવો થતા 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી.
જેમાં મહેસાણા સીટી 1 એમ્બ્યુલન્સના ઇ એમ ટી મિત્તલ બેન અને પાયલોટ ચેતન ભાઈ ગણતરી ની મિનિટોમા શાળામાં પહોંચી વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સમા લઇ જય ચેક અપ કર્યું હતું.ત્યારબાદ પ્રાથમિક સારવાર આપી ફરી પરીક્ષા માં બેસાડી વિદ્યાર્થીઓને મનોબળ પૂરું પાડ્યું હતું આમ મહેસાણા 108 એમ્બ્યુલન્સ ફરી એકવાર દેવદૂત સાબિત થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.