તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોંઘવારીમાં વધુ એક માર:મહેસાણામાં 10 ટકા વેરો વધ્યો 84 હજાર મિલ્કતદારોને અસર

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • પાલિકા દ્વારા રહેણાંક,કોમર્શિયલ સહિત તમામ મિલ્કતોના વેરામાં 10 ટકાનો વધારો ઝીંક્યો

1 એપ્રિલથી નવુ નાણાકીય વર્ષ શરૂ થતાં મહેસાણા પાલિકાએ 10 ટકા વેરો ઝીંકી દીધો છે.જેમાં 84 હજાર મિલ્કતધારકોને અસર પહોંચશે.નોંધનીય છે કે ગત વર્ષે રૂ.1500 મિલ્કતવેરો ભર્યો હશે તો આ વર્ષેે રૂ.1650 ભરવો પડશે. મહેસાણામાં રહેણાંક અંદાજે 60હજાર અને કોમર્શિયલ-ઇન્ડસ્ટ્રીઝ 24હજાર મળીને કુલ 84હજાર જેટલા મિલ્કતદારો પાલિકામાં નોધાયેલા છેે.જેમને નાણાકીય વર્ષ 1 એપ્રિલથી નવા વેરાદર લાગુ થતા હોય છે.

જેમાં નગરપાલિકા દર વર્ષે મિલ્કતદારના માંગણાબીલની તારીખથી 40 દિવસમાં વેરો ભરનાર મિલ્કતદારને વેરામાં 10 ટકા રિબેટ(રાહત)નો લાભ આપે છે.ત્યારપછીના મહેસાણામાં 10 ટકા વેરો વધ્યો 84 હજાર મિલ્કતદારોને અસર 60 દિવસ સુધીમાં મિલ્કતદારે માંગણાબિલ મુજબ પૂરો વેરો ભરવો પડે છે.જ્યારે માંગણા બિલની તારીખથી 100 દિવસ વિતી ગયા પછી મિલ્કતવેરો ભરનાર પાસેથી પાલિકા માંગણાબીલના વેરાની રકમમાં 18 ટકા પેન્લટી લગાવી વેરો વસુલ કરે છે.

જોકે સમયમર્યાદામાં વેરો ભરવાથી 10 ટકા રિબેટની સ્કિમનો જાગૃત મિલ્કતદારો વધુ પ્રમાણમાં લાભ લેતા હોય છે,જેમાં પાલિકાની તિજોરીમાં વેરાની આવકમાં પણ દર વર્ષે વધારો થઇ રહ્યો છે.

ગત વર્ષે રૂ.1500 મિલ્કતવેરો ભર્યો હશે તો આ વર્ષેે રૂ.1650 ભરવો પડશે
શહેરમાં પાલિકા દર ચાર વર્ષે રહેણાક,કોમર્શિયલ મિલ્કતોની આકારણી કરતી હોય છે.જેમાં મિલ્કતનું આયુષ્ય,વિસ્તાર, ક્ષેત્રફળ વગેરે સુચિત માંપદડો મુજબ નક્કી કરેલા દરોનું આંકલન કરીને જેતે મિલ્કતના વેરા આકારવામાં આવે છે.જેમાં વર્ષ 2020-21માં ઉદાહરણ તરીકે જેમને એક વર્ષનો રૂ.1500 મિલ્કતવેરો આવ્યો હશે તેમને અાગામી વર્ષ 2021-22માં 10 ટકા વધીને રૂ.1650 મિલ્કતવેરો આવી શકે.પાલિકાને મિલ્કતવેરામાં 10 ટકા વધારાથી અંદાજે કુલ એકથી દોઢ કરોડની આવક વધવાનું અનુમાન છે.

સમયમર્યાદામાં વેરો ભરનારને રીબેટ
વેરાશાખાના સુત્રોએ કહ્યુ કે, ગત વર્ષ 2020-21માં સરકારે કોમર્શિયલ મિલ્કતો માટે વેરામાં 20 ટકા ડિસ્કાઉન્ટ તેમજ સમયમર્યાદામાં વેરા ભરવામાં પાલિકા તરફથી 10 ટકા રિબેટ મળીને કુલ 30 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મિલ્કતદારોને આપ્યો હતો. જ્યારે રહેણાક(મકાનો) મિલ્કતદારોને વેરામાં પાલિકા તરફથી 10 ટકા ડિસ્કાઉન્ટ(રિબેટ) આપવામાં આવ્યુ હતું.આ ગત નાણાકિય વર્ષ દરમ્યાન કુલ 69435 મિલ્કતદારોએ પાલિકામાં વેરા ભર્યા,જે પૈકી મોટાભાગે સમયમર્યાદામાં વેરો ભરનાર મિલ્કતદારોને વેરામાં કુલ રૂ. 2.01 કરોડ ડિસ્કાઉન્ટ(રીબેટ) આપવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો