તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિલન:પ્રેમલગ્ન કરનાર પુત્રવધૂને ઘરમાં રાખવા સાસુ-સસરાનો ઇન્કાર,અભયમે સમજાવ્યા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જ્ઞાતિ અલગ હોવાના કારણે યુવતીને સાસરિયાં સ્વીકારવા તૈયાર ન હતા

પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારે પુત્રવધૂને પોતાની સાથે ઘરમાં રાખવાનો સાફ ઇન્કાર કરતાં મામલો મહેસાણા 181 અભયમમાં પહોંચ્યો હતો. અભયમે મધ્યસ્થી કરી કરેલી કલાકોની સમજાવટ બાદ સાસુ-સસરા તેમની પુત્રવધૂને સાથે રાખવા તૈયાર થયા હતા. મહેસાણાની યુવતીએ 181 અભયમને ફોન કરી સાસરિયાં ઘરમાં રાખવા તૈયાર નથી અને તે સાસરીમાં રહેવા માગે છે માટે મદદ કરો તેવો ફોન મળતાં કાઉન્સિલર રસીલાબેન પોલીસ સાથે તેણીના ઘરે પહોંચ્યા હતા.

અહીં વાતચીત કરતાં યુવતીએ એક વર્ષ પહેલાં યુવાન સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં અને જ્ઞાતિ અલગ હોવાના કારણે તેના સાસુ-સસરા તેને રાખવા તૈયાર ન હતા તેમજ પુત્રવધૂ તરીકે સ્વીકારવાનો પણ સાફ ઇન્કાર કર્યો હતો. અહીં યુવકના માતા-પિતાએ પુત્રએ મરજી વિરુદ્ધ અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કરેલા હોઇ તેની સાથે કોઇપણ જાતનો સંબંધ રાખવાનો સાફ ઇન્કાર કર્યો હતો અને તેને કોઇપણ હિસાબે સ્વીકારી શકે તેમ નથી તેવું કહ્યું હતું.

જ્યારે યુવતીએ સાસરીમાં જ રહેવાની જીદ કરી હતી. જોકે, કાઉન્સિલરે યુવકના મા-બાપ સાથે બે કલાક સુધી પુત્રવધૂ સાથે આ રીતે સંબંધ તોડવો યોગ્ય ન હોવા સહિતની સમજાવટને અંતે આખરે તેમણે પુત્ર અને પુત્રવધૂને સાથે રાખવા તૈયારી બતાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો