ચૂંટણી યોજાશે:કુકરવાડામાં જિ.પં. આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન, ઉદ્યોગપતિના પત્ની સરપંચ પદ માટે આમને-સામને

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રા. પં.ના 14 વોર્ડ પૈકી 7 વોર્ડ બિનહરિફ થતાં 7 વોર્ડની ચૂંટણી યોજાશે

9377 નું મતદાન ધરાવતી વિજાપુરની કુકરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચની બેઠક મહિલા અનામત છે. સરપંચ પદ માટે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન સામે સ્થાનિક ઉદ્યોગપતિના પત્ની આમને સામને છે. બીજી બાજુ પંચાયતના 14 વોર્ડ પૈકી 7 વોર્ડ બિનહરીફ થઇ ચૂક્યા હોઇ 19 મી 7 વોર્ડની ચૂંટણી યોજાશે.

સરપંચ પદ માટે ચૂંટણી લડી રહેલા ભગવતીબેન ભરતભાઇ પટેલને જિ.પં.ના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન પદનો અનુભવ છે. તેમજ તેમના પતિ ભરતભાઇ ગામમાં ગત ટર્મમાં સરપંચ હોવાની સાથે તેમના સસરા શંકરલાલ અને સાસુ મણીબેન જિલ્લા પંચાયતની ચૂંટણી જીતી ચૂક્યા છે. એટલે કે ભગવતીબેન રાજકીય પરિવારમાંથી આવે છે.

બીજી બાજુ સરપંચના બીજા ઉમેદવાર સુશીલાબેન મુકેશભાઇ પટેલને રાજકીય અનુભવ નથી. તેમજ તેમના પરિવારમાંથી કોઇ પણ સભ્ય રાજકીય અનુભવ ધરાવતાં પણ નથી. સુશીલાબેન ગામના અગ્રણી મહિલા હોવાની સાથે તેમના પતિ મુકેશભાઇ સ્થાનિક ઉદ્યોગપતિ છે. ગામની શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોઇ તેમનું નામ અગ્રણીઓમાં આવે છે.

કુકરવાડાનું ચૂંટણી ચિત્ર
14 વોર્ડ પૈકી વોર્ડ નંબર 1, 2, 4, 5, 7 અને 11 વોર્ડ બિન હરીફ થઇ ચૂક્યા છે. જેની લઇ સરપંચ માટે 4662 પુરૂષ અને 4715 મહિલા મતદારો મળી કુલ 9377 મતદારો મતદાન કરશે. જ્યારે 7 વોર્ડની ચૂંટણી માટે 2589 પુરૂષ અને 2416 મહિલા મતદારો મળી કુલ 5005 મતદારો મતદાન કરશે.

બંને ઉમેદવારોની પ્રોફાઇલ
વિગતભગવતીબેનસુશીલાબેન
ઉંમર60 વર્ષ51 વર્ષ
રોકડ50 હજાર11 હજાર
થાપણો---3.51 લાખ
પોલીસી---50 હજાર
સોનું3 તોલા12 તોલા
ચાંદી500 ગ્રામ---
અભ્યાસધો.8ધો.12
(નોંધ : ઉમેદવારના એફિડેવીટ પ્રમાણેની માહિતી)
અન્ય સમાચારો પણ છે...