ચંદનની ચોરી:ખેરાલુ પંથકમાં તસ્કરોએ ખેતરમાંથી 7 ચંદનના ઝાડની ચોરી કરી ફરાર થયા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અજાણ્યા ઈસમોએ મશીન મારફતે ચંદનના ઝાડ કાપીને ચોરી ગયા
  • ખેડૂતને એક લાખથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ પંથકમાં ખેતરમાંથી ચંદનના ઝાડની તસ્કરોએ ચોરી કરી છે. જેને લઈ ખેડૂતે અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે. ખેતરમાંથી કુલ સાત ઝાડની ચોરી કરી અજાણ્યા ઈસમ ફરાર થતા ખેડૂતને એક લાખથી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુમાં એક ખેડૂતે ખેતરના શેઢા પર કુલ 12 ચંદનના ઝાડ વાવ્યાં હતા. ત્યારે તાજેતરમાં ખેડૂતે ખેતરમાં જઈને જોયુ તો બારમાંથી સાત જેટલા ઝાડ કપાયેલી હાલતમાં જોવા મળ્યાં હતા. જેથી ખેડૂતે આસપાસ તપાસ કરી હતી. અજાણ્યા ઈસમોએ મશીન મારફતે ચંદનના ઝાડ કાપીને ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે એક ચંદનના ઝાડની કિંમત આશરે 25 હજાર મુજબ તસ્કરો કુલ સાત ઝાડ કાપીને લઇ ગયા હતા. જેથી ખેડૂતને કુલ 1 લાખ 75 હજારનું નુકસાન થયું છે. ત્યારે ખેડૂત પ્રેમજીભાઈ પટેલે અજાણ્યા ઇસમો સામે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...