રહીશોમાં ભય:કટોસણરોડમાં આખલાએ બાળકીને અડફેટે લેતાં માથામાં 11 ટાંકા આવ્યા

કટોસણરોડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રખડતાં ઢોરની સમસ્યાને લઇ રહીશોમાં ભય
  • સમસ્યા નાથવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે લોકોમાં રોષ

કટોસણ રોડ બજાર અને ગામમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. શુક્રવારે ગામમાં રાવળવાસ પાસે બે આખલાની લડાઇમાં નાની બાળકી અડફેટે ચડી જતાં તેના માથામાં 11 ટાંકા આવ્યા હતા. જેને પગલે રહીશોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. કટોસણ રોડના રાવળવાસમાં ઝઘડતાં બે આખલાએ રાવળ વિક્રમભાઈ બાબુભાઈની દીકરી હનીને અડફેટે લઇ ફંગોળતાં તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ડોક્ટરે તેના માથામાં 11 ટાંકા લઇ સારવાર કરી હતી. બનાવના પગલે પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ ઘટનાથી રખડતાં ઢોરની સમસ્યા નાથવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, હવે તંત્ર ગંભીરતા દાખવી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...