તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:કડીમાં ચોરો બેફામ બન્યા, મોબાઈલની દુકાનનું શટર તોડી 12 મિનીટમાં રૂ.9 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી

મહેસાણા3 મહિનો પહેલા
  • દુકાનમાંથી 81 મોબાઈલ, સેમસંગની 3 વોચ અને એસેસરીઝની ચોરી થઇ

કોરોના મહામારી દરમિયાન કડીમાં ચોરો બેફામ બન્યા છે. મહેસાણા જિલ્લામાં એક બાજુ કોરોનાના કારણે વ્યાપાર ધંધાઓ બંધ છે. ત્યારે ચોરો આ બંધનો ફાયદો ઉઠાવતા દેખાઈ રહ્યાં છે. જેમાં કડી શહેરમાં આવેલા ખોડિયાર ચેમ્બરમાં આવેલી એક મોબાઈલની દુકાન તોડી ચોરો 9 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા છે.

સ્વૈચ્છિક લોકડાઉનના કારણે પોતાની દુકાન બંધ રાખી હતી

કડી શહેરમાં ચોરી, હત્યા, લૂંટ, ધમકી જેવી ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. કડી તાલુકામાં અસામાજિક તત્વો અને ચોરોને કાયદા કાનૂનનો ડર રહ્યો નથી. જેમાં કડી તાલુકામાં ચોરીની ઘટના સામે આવતા વધુ એક ચોરીની ઘટનાની નોંધ પોલીસ ચોપડે ચડી છે. કડી શહેરમાં આવેલા ખોડિયાર ચેમ્બરમાં આવેલ રાજ મોબાઈલના મલિક રાજેશ પટેલ સ્વૈચ્છિક લોકડાઉનના કારણે પોતાની દુકાન બંધ રાખી હતી.

દુકાનનું આગળનું શટર તુટેલું હતું

જેમાં ત્યારે ગઈકાલે દુકાનના માલિકે દુકાનમાં મુકેલા મોબાઈક, એસેસરીઝ અન્ય વસ્તુઓ ચેક કરી દુકાન બંધ કરી ઘરે પરત ગયા હતા. ત્યારે આજે વહેલી સવારે બાજુની દુકાનના માલિક કે મોબાઇલ શોપના માલિકને કોલ કરીને તેઓ ચોરી થયાની જાણ કરી હતી. જેથી દુકાન માલિક દુકાને આવી પહોંચી તાપસ કરી હતી. તપાસ દરમિયાન દુકાનનું આગળનું શટર તુટેલું હતું. અને અંદરનો ટફન ગ્લાસ પણ તોડી દેવામાં આવ્યો હતો.

દુકાનમાં માલ સમાનની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અલગ અલગ કંપનીના 81 મોબાઇલ જેની કિંમત રૂ 7.94.360 અને મોબાઈલ એસેસરીઝ અને 1 ટેબલેટ જેની કિંમત રૂ 21990 અને સેમસંગ કંપનીની 3 ઘડિયાળ જેની કિંમત રૂ 22288 આમ કુલ રૂ 9 લાખ 738 ના મુદ્દામાલની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું

સમગ્ર ઘટનામાં દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ

ગઈ કાલે મોડી રાત્રે 2 વાગ્યાના આસપાસ 20 થી 25 વર્ષની ઉંમરના ચાર ચોરો દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. તેમજ માત્ર 12 મિનિટમાં 4 જેટલા ચોરોએ મોબાઇલની દુકાનમાં રૂ.9 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ચૂક્યા હતા. સમગ્ર ઘટનાની જાણ કડી પોલીસને કરાતા કડી પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...