ધોધમાર વરસાદ:કડી તાલુકામાં 3 ઈંચ વરસાદથી થોળ રોડ પર અંડર બ્રિજમાં પાણી ભરાયા, વિશાળ ટ્રક ફસાઈ

મહેસાણા3 મહિનો પહેલા

સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે વરસાદની શરુઆતથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ ની શરુઆત કરી દીધી છે સમગ્ર ગુજરાતમાં ચારે બાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે ત્યારે લાંબા સમય બાદ કડીમાં પણ વરસાદનું આગમન થઇ ચૂક્યું છે. ત્યારે કડીમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડતા કડી થોળ રોડ ઉપર આવેલ અન્ડર બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

અંડરબ્રિજમાં પાણી ભરાતા પાલિકાની પોલ ખુલી પડી
કડી પંથકમાં રવિવારે રાત્રીના નવ વાગ્યાથી સોમવારના સવારના દસ વાગ્યા સુધી કુલ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો પંથકમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને કડીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની બુમરાડ મચાવી હતી કડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડતા કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રીજમાં 7 ફૂટ જેટલાં પાણી ભરાયાં હતાં થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રીજમાં પાણી ભરાતા પાણીમાં એક ટ્રક પણ ફસાઈ ગઈ હતી સદનસીબે ડ્રાઈવરનો બચાવ થયો હતો અન્ડરબ્રીજમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કડી શહેરના કરણનગર રોડ જકાતનાકા ભાગ્યોદય હોસ્પીટલ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં રાત્રિના સમયે સાડા ત્રણ ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાતા નગરપાલીકાની પ્રીમોન્સુન પ્લાનની પોલ ઉઘાડી પડી ગઇ હતી જ્યારે અંડરબ્રિજમાં પાણી ભરાતાં નગરપાલિકાના કર્મચારીઓ પહોંચીને પાણીને ખાલી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...