તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:જૂનના 5 દિવસમાં જ ઉત્તર ગુજરાતમાં અનુમાનથી સરેરાશ 87.5% વધુ વરસાદ

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જિલ્લાના ખેડૂતોએ કપાસની વાવણીની શરૂઆત કરી. - Divya Bhaskar
મહેસાણા જિલ્લાના ખેડૂતોએ કપાસની વાવણીની શરૂઆત કરી.
  • મહેસાણા જિલ્લામાં 55%, સાબરકાંઠામાં 373%, બનાસકાંઠામાં 42% અને અરવલ્લીમાં 41% વધુ વરસાદ થયો, પાટણમાં 46%ની ઘટ
  • સારા ચોમાસાના એંધાણ વચ્ચે મહેસાણા જિલ્લાના ખેડૂતોએ કપાસની વાવણીના શ્રીગણેશ કર્યા

ઉત્તર ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ 5 દિવસમાં પ્રિ-મોનસૂનની સ્થિતિ સારી રહી છે. આ 5 દિવસમાં સરેરાશ 4 મીમી વરસાદના અનુમાન સામે 7.5 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે અનુમાન કરતાં 87.5% વધુ વરસાદ નોંધાયો છે. થંડરસ્ટ્રોમ એટલે કે ગાજવીજ સાથેના વરસાદમાં પાટણ જિલ્લામાં હજુ 46% વરસાદની ઘટ છે.

તેની સામે સાબરકાંઠા જિલ્લામાં 373%, મહેસાણા જિલ્લામાં 55%, બનાસકાંઠા જિલ્લામાં 42% અને અરવલ્લી જિલ્લામાં 41% વધુ વરસાદ થયો છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં ચોમાસુ કપાસની વાવણી શરૂ થઇ છે. બીજી બાજુ કૃષિ વિભાગ આગામી સપ્તાહથી ઉત્તર ગુજરાતમાં થઇ રહેલી વાવણીના વિસ્તારની આંકડાકિય માહિતી એકત્ર કરવાનું શરૂ કરશે.

ઇડરમાં 8 મીમી વરસાદ પડ્યો
સાબરકાંઠા જિલ્લામાં શનિવારે સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઇડરમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં 8 મીમી નોંધાયો હતો. ચોટાસણમાં મકાનનાં પતરાંનાં શેેડ ઉડાડી દીધા હતા. વિજયનગર પંથકમાં પણ વરસાદી ઝાપટું પડયું હતું.

દિવસ અને રાતના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો
ઉત્તર ગુજરાતમાં શનિવારે દિવસ અને રાતના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. દિવસનું તાપમાન 1 ડિગ્રી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં ગરમી 37.1 થી 38.6 ડિગ્રી વચ્ચે નોંધાઇ હતી. જ્યારે રાતનું તાપમાન 2 ડિગ્રી ઘટતાં 5 શહેરોનું તાપમાન 24.5 થી 26.1 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું.

આજે છુટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતનું અાકાશ 25% થી માંડી 62% સુધી વાદળછાયું રહેવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે અેટલે કે, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા નહિવત છે. તાપમાન અાંશિક ઘટી શકે છે.

અન્ય સમાચારો પણ છે...