પાણીની આવક:માત્ર 13 દિવસમાં જ જળાશયોમાં 8401 કરોડ લિટર પાણીની આવક, જળસ્તર 4.35% વધ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતને સપ્ટેમ્બર ફળ્યો, 15 પૈકી અેક માત્ર જવાનપુરા જળાશય છલકાતાં હાઇ અેલર્ટની સ્થિતિઅે પહોંચ્યો

ઉત્તર ગુજરાતને સપ્ટેમ્બર મહિનો ફળી રહ્યો હોય તેમ પાણીની અાવક સાથે 15 જળાશયોની સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. છેલ્લા 13 દિવસમાં જ 15 જળાશયમાં 8401 કરોડ લિટર પાણીની અાવક થઇ છે. અા સાથે જળસ્તરમાં 4.35% વધ્યું છે. અા દરમિયાન અેક માત્ર સાબરકાંઠા જિલ્લોનો જવાનપુરા જળાશય છલકાતાં હાઇ અેલર્ટની સ્થિતિઅે પહોંચ્યો છે. જિલ્લાવાર જળશાયોની સ્થિતિ જોઇઅે તો, મહેસાણાના ધરાઇ જળાશયમાં 3986 કરોડ લિટર પાણીની અાવક સાથે 4.90% જળસ્તર વધ્યું છે. બનાસકાંઠાના 3 જળાશયમાં 15 કરોડ લિટર પાણીની અાવક સાથે જળસ્તર 0.02% જળસ્તર વધ્યું છે.

સાબરકાંઠાના 5 જળાશયમાં 1410 કરોડ લિટર પાણીની અાવક સાથે 13.47% જળસ્તર વધ્યું છે. તેમજ અરવલ્લીના 6 જળાશયમાં 2990 કરોડ લિટર પાણીની અાવક સાથે 7.04% જળસ્તર વધ્યું છે. જો કે, હજુ પણ પાણીની અાવક સતત ચાલુ રહેવા પામી છે. ઉલ્લેખનીય છે કે ચાલુ ચોમાસામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો સહિત આમ નાગરિકો ડેમના પાણી મુદ્દે ચિંતીત હતા. ડેમના તળીયાં દેખાતાં પાણીની અછતનાં એંધાણ વર્તાઈ રહ્યાં હતાં ત્યારે ડેમમાં પાણી વધતાં નવી આશાઓ જન્મી છે.

13 દિવસમાં બદલાયેલી જળસ્તરની સ્થિતિ

જિલ્લોજળાશય1 સપ્ટે.13 સપ્ટે.વધારો
મહેસાણા126537305233986
બનાસકાંઠા33746376115
સાબરકાંઠા5158029901410
અરવલ્લી613727167172990
કુલ1545590539918401

જળસંગ્રહ જળાશય

10% થી ઓછું3
11% થી 20%2
21% થી 30%0
31% થી 40%3
41% થી 50%3
51% થી 60%1
70% થી વધુ3
કુલ15
અન્ય સમાચારો પણ છે...