મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલા હરસુડલ ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરોએ ગામની સીમમાં આવેલા ખેતરના બોર અને ગ્રામ પંચાયતના બોરને નિશાન બનાવી કિંમતી કેબલ ચોરી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
લાઘણજ નજીક આવેલા હરસુડલ ગામમાં રહેતા પટેલ અંબારામભાઈએ ફરિયાદ નોંધાવી છે. એમાં જણાવ્યું છે કે, તેઓ 17 સપ્ટેમ્બરના સાંજે ખેતરમાં પાણી વાળવા ગયા હતા અને બાદમાં ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે ખેતરમાં આવ્યા એ દરમિયાન બોરની ઓરડીમાં રહેલા 18 મીટર કેબલ કિંમત 14 હજાર 400ની કોઈ ચોરી કરી ફરાર થઈ ગયું હતું, તેમજ ગ્રામ પંચાયતના બોરની ઓરડીમાં પણ 20 મીટર લાંબો 16 હજાર કિંમતનું કેબલ કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો હતો. આ સમગ્ર કેબલ ચોરી મામલે હાલમાં લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.