તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • In Gujarat, For The First Time In Mehsana, 7 Criminals Involved In Link Robbery, Ransom And Theft Were Arrested Under GujSitok Act.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક વલણ:ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણામાં કડીના લૂંટ,ખંડણી, ચોરીમાં સંડોવાયેલ 7 ગુનેગારોની ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા એસઓજી, એલસીબી સહિત જિલ્લાભરની પોલીસનું કડી શહેરમાં રાત્રે કોમ્બિંગ
 • આ ટોળકી વિરુદ્ધ 10 વર્ષમાં લૂંટ, ધાડ, ખંડણી, હથિયાર સહિતના 25થી વધુ ગુના નોંધાયેલા છે

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સૌપ્રથમ ગુજસીટોક એક્ટ અંતર્ગત 7 ગુનેગારો સામે કાર્યવાહી કરાઇ છે. છેલ્લા 10 વર્ષમાં ધાડ, લૂંટ, ખંડણી, ચોરી, હથિયાર ધારા સહિતના 25થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી ટોળકીના 6સાગરીતોની ગુરુવારે રાત્રે અને એકની શુક્રવારે રાત્રે ધરપકડ કરી કડી પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક અંતર્ગત ગુનો નોંધી ડીવાયએસપી રૂહી પાયલાને તપાસ સોંપાઇ છે.એસઓજી પીઆઇ ડી.ડી. સોઢાએ જણાવ્યું કે, આ ટોળકીએ છેલ્લા 10 વર્ષમાં 25થી વધુ ગુના આચરેલા હોઇ તેમની સામે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા જિલ્લામાં ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધાઇ છે અને અન્યોની ધરપકડની કાર્યવાહી ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, એલસીબી, એસઓજી અને જિલ્લાની પોલીસના કાફલાએ કડીના કસ્બા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું હતું. એકાએક પોલીસની કાર્યવાહીને પગલે હંગામો મચી ગયો હતો અને પોલીસે ગુંડાધારા હેઠળ જેમના સામે કાર્યવાહી થઇ હતી તે 6 ગુનેગારોની ધરપકડ કરી હતી અને હજુ પણ અન્યોની ધરપકડની કાર્યવાહી ચાલુ છે.

મહેસાણા ડીવાયએસપી રૂહી પાયલાએ જણાવ્યું કે, ગયા વર્ષે સરકાર દ્વારા ગુજસીટોક કાયદો લાગુ કરાયો છે. સમાજમાં આતંકવાદી અને ગંભીર ગુનાની પ્રવૃતિ ચાલતી હોય છે તેવી કોઇ ટોળકી કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે તે ટોળકીના બધા સભ્યો વિરુદ્ધ ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરાય છે અને આ જ કાયદા હેઠળ કડીની એક ટોળકી સામે શુક્રવારે ગુનો દાખલ કરાયો છે. 10 વર્ષમાં ધાડ, ખંડણી, લૂંટ સહિતના ગંભીર પ્રકારના 25થી વધુ ગુના ટોળકીના સભ્યો વિરુદ્ધ નોંધાયેલા છે. જે શખ્સો સામે આ કાયદાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદો અમલમાં આ‌વવાથી સમાજમાં થતા આતંકવાદી અને ગંભીર ગુનાઓ પર એક પ્રકારે સારી રીતે કાબૂ મેળવી શકાશે.

પોલીસની આ સાત ગુનેગારો સામે કાર્યવાહી
1. સિરાજ ઉર્ફે જીગલી મહંમદભાઇ અહેમદભાઇ પરમાર (મુસલમાન) રહે.કસ્બા, કડી
2. સાહિર ઉર્ફે રબારી મુસ્તુફાખાન અજબદિન દોલાણી (પઠાણ) રહે. કડી
3. મકબુલ કાદરભાઇ રહેમાનભાઇ વેપારી (મુસલમાન) રહે.કસ્બા, સિંધીવાડો, કડી
4. અલ્તાફ ઉર્ફે કાન અયુબભાઇ ઇમામભાઇ શેખ (મુસલમાન) રહે. કડી
5. વસીમમીયા અનવરમીયા શેખ (મુસલમાન) રહે. ઇમામકુઇ, કસ્બા, કડી
6. સાકીર ફકીરમહંમદ ઉમરભાઇ રહે. વિરમગામ, હાલ રહે. કસ્બા, કડી
7. મહેસાણા પોલીસે શુક્રવારે રાત્રે એક આરોપીને પકડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો