ધરપકડ:ગોઝારિયામાં સોનાના દાગીના ધોવાનું કહીને ઠગાઈ કરતી ગેંગના 2 ઝડપાયા

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામજનોએ 3 પૈકી 2 શખ્સોને ઝડપી લાંઘણજ પોલીસને સોંપ્યા

ગોઝારિયામાં સોનાના દાગીના ધોવડાવવાનું કહીને તફડાવી લેતી ગેંગના 2 શખ્સોને ગ્રામજનોએ ઝડપી પાડ્યા છે. જ્યારે 1 શખ્સ ફરાર થઈ ગયો છે. મૂળ બિહારના બંને શખ્સોને પકડી લાંઘણજ પોલીસને સોંપતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. ગોઝારિયા ગામમાં મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્કની શાખા પાસેના એક મકાનમાં રહેતા ભાડૂઆત મહિલા પાસે સવારના સમયે 3 શખ્સોએ સોનાના દાગીના ધોવા માટે માંગ્યા હતા. મહિલા એકલી હોવાથી ત્રણેય શખ્સો દ્વારા દાગીનાને કેમિકલ દ્વારા ચકચકિતકરીને લાલચ આપી વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

તે સમયે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. કેટલાંક નાગરીકોએ જિલ્લા પંચાયત સદસ્ય મિહિર પટેલ અને સામાજીક આગેવાન રાજેન્દ્ર પટેલ(કાનૂન)ને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ સમયે 1 શખ્સ ટોળાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. જ્યારે 2 શખ્સોને પકડી લાંઘણજ પોલીસના હવાલે કર્યા હતા.

લાંઘણજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.ડી.ચાવડા તેમજ કોન્સ્ટેબલ પરેશભાઈએ જણાવ્યુ હતુ કે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંને શખ્સો બિહારના રહેવાસી હોવાનું અને તેઓએ પોતાનું નામ માંડલ અમિતકુમાર તેમજ માંડલ જીતેન્દ્ર કુમાર હોવાનું જણાવ્યું હતું. તેથી લાંઘણજ પોલીસે બંને શખ્સો સામે સોનાના દાગીનાની ચોરી કરવાની પેરવી કરવાના આરોપ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...