તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મહેસાણાની ધનલક્ષ્મી સોસા.1 માં ગટરનું પાણી ઘરમાં બેક મારે છે

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 50 અરજીઓ કરી છે છતાં સમસ્યાનું નિરાકરણ નહીં
  • કુંડી સફાઇ કરાય ત્યારે રાહત પછી ફરી સમસ્યા, પાલિકામાં રજૂઆત

મહેસાણાના સોમનાથ રોડ પર આવેલ ધનલક્ષ્મી સોસાયટી વિભાગ 1 માં ગટરની ત્રણ કુંડીઓ વારંવાર ચોક અપ થઇને પાણી બેક મારતાં મકાનોના બાથરૂમ, શૌચાલયમાં આવતા હોવાની બુમરાડ ઉઠી છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યા હલ ન થતાં બુધવારે ફરી રહીશોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી.

ધનલક્ષ્મી વિભાગ-1 માં કુલ 65 મકાનો પૈકી એક લાઇનના 7 મકાનના પરિવાર ગટર લાઇનની સમસ્યાથી તોબા પોકારી ઉઠ્યા છે. બુધવારે નગરપાલિકા ખાતે રજૂઆતમાં આવેલા રાજુભાઇ શ્રીમાળી સહિત રહીશોએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા છે. રજૂઆત કરીએ ત્યારે ગટરની કુંડી પાલિકાના કામદાર સાફ કરી જાય છે. પછી ફરી ગટર ચોક અપ થઇને પાણી બેક મારે છે. અમારા ઘરમાં રહી ન શકીએ એટલી દુર્ગંધ આવે છે.

અત્યારસુધીમાં 50 જેટલી અરજીઓ કરી છે. જેમાં કુંડીઓ સાફ કરીને જતા રહે છે અને ફરી ગટરનું પાણી બેક મારે છે. આ સમસ્યાનો કાયમી હલ થાય તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...