તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ડેરીમાં 15 અધિકારીનાં રાજીનામાં લેવાયાં અને 20ને ડી-ગ્રેડ કરાયાં, દૂધસાગર ડેરીમાં નવી બોડીએ સત્તા સંભાળતાં જ કોરડો વીંઝ્યો

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉંચા પગારદારોના રાજીનામાથી પગારમાં વાર્ષિક રૂ.7 કરોડની બચત થશે

મહેસાણા દૂધસાગર ડેરીમાં નવી ચૂંટાયેલી બોડીએ સત્તા સંભાળતાંની સાથે જ ઊંચા પગારદાર 15 જેટલા અધિકારીઓના રાજીનામાં લઇ લીધા છે. જેમાં ડેરીને વાર્ષિક રૂ.7 કરોડની બચત થશે. આ સાથે 20 જેટલા કર્મચારીઓને ડી-ગ્રેડ કરી દેવાયા છે. દૂધસાગર ડેરીમાં ભાજપ સમર્પિત અશોક ચૌધરી જૂથે સત્તા સંભાળ્યા બાદ હવે સાફસુફી હાથ ધરી છે. જેમાં વિપુલ ચૌધરી જૂથના નજીકના અને માનીતા 15 જેટલા અધિકારીઓના રાજીનામા માંગી લેવાયા છે. તે પૈકી કેટલાકે તો પહેલાં જ રાજીનામાં આપી દીધા છે, તો કેટલાકના તાજેતરમાં ડેરીમાં જમા થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલની સ્થિતિએ મહેસાણા, ધારૂહેડા અને રાજસ્થાન યુનિટથી 10ના રાજીનામાં આવી ગયા છે.

આમના રાજીનામાં મગાયાં

 • ર્ડા. નિતિન સંચેતી એક્ઝિ.ડાયરેક્ટર
 • ર્ડા.પી.આર.પટેલ એક્ઝિ.ડાયરેક્ટર
 • ર્ડા. મનોજ પાની, ધારૂહેડા એડમિનિસ્ટ્રેશન
 • જયંતિ પટેલ, ઇએચ અને વેટનરી વિભાગ
 • ડી.પી રાવ, મિલ્ક પ્રોક્યુમેન્ટ, રાજસ્થાન
 • રાજકુમાર ઠાકુર, એડમિન., રાજસ્થાન
 • અસિત દાસ, ધારૂહેડા, એકાઉન્ટ
 • વિપુલ ભાવસાર, ધારૂહેડા, એન્જિનિયર
 • રચના શ્રીવાસ્તવ, મહેસાણા, કેટલફિડ
 • હર્ષ પંડ્યા, ધારૂહેડા, સેલ્સ ડિપાર્ટમેન્ટ

રાજીનામાથી કામગીરીને કોઇ અસર નહીં થાય : ચેરમેન
દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ કહ્યું કે, ડેરીમાં 15નાં રાજીનામાં માગ્યા છે, જેમાં 10 થી 12ના આવી ગયા છે. 20 કર્મચારીઓને ડી-ગ્રેડ કરાયા છે. લાયકાત નહોતી અને માત્ર રાજકીય ફાયદા માટે પ્રમોશન અપાયા હોઇ તેમના પ્રમોશન પરત ખેંચતાં પગાર ખર્ચમાં બચત થશે. ડેરીમાં આ કર્મચારી-અધિકારીના રાજીનામાથી કામગીરીમાં કોઇ અસર નહીં પડે. જે સ્ટાફ છે તેમનાથી પૂરતું કામ લેવાશે. ડેરીના કરકસરયુક્ત વહીવટના ભાગરૂપે કાર્યવાહી ચાલુ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો