તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • In Congress, 68 Claimants Stood In Ward 2, 261 In 11 Wards Of Mehsana Municipality Seeking Tickets, The Highest In Ward Nos. 1,2,3 And 10.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કોંગ્રેસમાં વોર્ડ-2માં 68 દાવેદારો ઊભા થયા, મહેસાણા પાલિકાના 11 વોર્ડમાં 261 જણાએ ટિકિટ માગી, વોર્ડ નં.1,2,3 અને 10માં સૌથી વધુ

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નં.2 વર્ષોથી કોંગ્રેસનો ગઢ હોઇ ઉમેદવારોનો રાફડો

મહેસાણા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા મંગળવારે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ વોર્ડ-2માં ટિકિટ માટે દાવેદારોએ લાંબી લાઇન લગાવી હતી. જોકે, વર્તમાન ચૂંટણીમાં બાયોડેટા ન આપી મનોમન ચૂંટણી લડવાના અભરખા ધરાવતા સિનિયર નેતાઓ સેન્સ પ્રક્રિયામાં મોઢું બતાવવા ન આવતાં તર્ક-વિતર્ક સર્જાયા હતા.

જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં મંગળવારે બપોરે 11 વાગે પ્રભારી ભરતસિંહ વાઘેલા અને શહેર પ્રમુખ પી.કે. પટેલની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ વોર્ડ-2માં ટિકિટ માટે 68 જણાએ દાવેદારી કરી હતી અને તેમની સેન્સમાં જ 4 કલાક નીકળી ગયા હતા. કહેવાય છે કે, દાવેદારોએ આપેલા બાયોડેટાની તુલનામાં સેન્સ પ્રક્રિયામાં 30 ટકા વધુ દાવેદારો હાજર રહ્યા હતા. 11 વોર્ડમાં કુલ 261 ટિકિટ ઇચ્છુકોએ દાવેદારી કરી છે. જોકે, પાલિકામાં ચૂંટાયેલા સિનિયર નેતાઓએ અહીં આવવાનું ટાળ્યું હતું. પ્રભારી ભરતસિંહ વાઘેલાએ કહ્યું કે, જેમણે ટિકિટ નથી માંગી અને જીતી શકે તેવા ઉમેદવાર છે તેમને ચૂંટણી લડવા પ્રોત્સાહિત કરાશે. ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરનાને ટિકિટ નહીં આપવા નિર્ણય કર્યો છે, ત્યારે અમારા પક્ષે યુવાનો, મહિલાઓ અને વડિલોનો સમન્વય કરી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરાશે.

નગરપાલિકાના વોર્ડ-5 અને 7માં કોંગ્રેસની પેનલ અને 6 નંબરના વોર્ડમાં 3 નગરસેવકો જીતીને આવ્યા હતા. આ સંજોગોમાં આ વોર્ડોમાં દાવેદારી કરનારની સંખ્યા વધવાને બદલે ઘટી રહી છે. પાટીદારનો ગઢ ગણાતા આ ત્રણે વોર્ડમાં કોંગ્રેસ પાસે દાવેદારોની સંખ્યા ઓછી છે. જોકે, ભાજપ ઉઠાવી ન જાય તે માટે દાવેદારોના નામ જાહેર કરવાનું કોંગ્રેસ ટાળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો