તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Citibus, The Agency Will Be Paid Rs 2.25 Less Per Km, Rs. Instead Of 35.77, The Price Will Be 33.50 And The Benefit Will Be Rs 5 Lakh Per Day

કામગીરી:સિટીબસમાં એજન્સીને કિમી દીઠ રૂ.2.25 ઓછા ચૂકવાશે, રૂ. 35.77ના બદલે 33.50 ભાવથી રોજ 5 લાખનો ફાયદો થશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકામાં નેગોસીએશન માટેની બેઠકમાં એજન્સી સંમત

મહેસાણા શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. સૌથી નીચા ભાવ આપનાર ગુરુકૃપા એજન્સી સાથે શુક્રવારે પાલિકાના પદાધિકારીઓએ ભાવમાં નેગોસીએશન માટે બેઠક કરી હતી. જેમાં એજન્સીએ પ્રતિ કિમી રૂ. 2.25 ભાવ ઓછો કરી રૂ. 33.50 રાખવાની તૈયારી દર્શાવી છે. હવે આગામી કારોબારી બેઠકમાં આખરી નિર્ણય લેવાશે. ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, એજન્સી તમામ 8 મિનિ સિટીબસ નવી લાવવાની છે. જેમાં એજન્સીએ પ્રતિ કિમી ભાવ રૂ.2.25 ઓછા કરવાની તૈયારી દર્શાવી છે.

મહેસાણા શહેરમાં સિટી બસ શરૂ કરવા માટે સૌથી નીચા ભાવ ગુરુકૃપા એજન્સીના રૂ.35.77 પ્રતિ કિલોમીટર હતા. આ એજન્સીના પ્રતિનિધિને શુક્રવારે નગરપાલિકામાં બોલાવી પ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પરામર્શ કરાયો હતો અને ભાવ ઓછો કરવા સૂચવાયું હતું. જેમાં ચર્ચાના અંતે એજન્સીએ રૂ.35.77ના બદલે રૂ.33.50 પ્રતિ કિમીએ ચાલવવાની તૈયારી દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં રોજ 1200 કિલોમીટર સિટી બસ સંચાલન થાય તો વર્ષે આ ભાવ ઘટાડાથી પાલિકાના માથે સિટીબસ પાછળના ખર્ચમાં અંદાજે રૂ.5 લાખનો ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...