હુમલો:વિજાપુરમાં રીક્ષાપાર્ક કરવા જેવી સામાન્ય બાબતે આધેડ સાથે માથાકૂટ કરી ત્રણ શખ્સોએ હુમલો કર્યો

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજાપુરમાં શહેરમાં નજીવી બાબતે ત્રણ શખસોએ એક રીક્ષા ચાલક પર હુમલો કરી માર માર્યો હતો.જેમાં એક ઇસમે છરી કાઢી રીક્ષા ચાલકને મારવા જતા રીક્ષા ચાલકે છરી પકડી પડતા હાથમાં ઈજાઓ થતા તેણે સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો.સમગ્ર મામલે હાલમાં વિજાપુરમાં પોલીસ મથકમાં ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

વિજાપુર શહેરમાં જાણે પોલીસ નો કોઈ ડર ના રહ્યો હોય તેમ અસામાજિક તત્વોએ નજીવી બાબતે જાહેરમાં છરીત મારી હોવાની ઘટના સામે આવી છે. જેની અંદર રીક્ષા ચાલક રાકેશ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પ્રમાણે તે વિજાપુરમાં આવેલ પ્રિયંકા સીટો મોલમાં આવેલ બેંકની બાજુમાં પરમાર વાસના નાકે રીક્ષા પાર્ક કરી ઉભો હતો એ દરમિયાન પરવેઝ નામનો ઈસમ આવી ને રીક્ષા ચાલક પાસે ગાળાગાળી કરવા લાગ્યો હતો.

બાદમાં રિક્ષા ચાલક ઘરે આવી જતા પરવેઝ સૈયદ પોતાના સાગરીતો તાહિર હુસૈન,સાહિલ ઉર્ફ તમાકુ મલેક સાથે ફરિયાદીના ઘરે આવી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.જ્યાં તાહિર હુસૈન શેખ નામના ઇસમે પોતાની હાથમાં રહેલી છરી કાઢી રીક્ષા ચાલકને મારવા જતા ચાલકે છરી પકડી પડતા તેણે ઇજા થઇ હતી બાદમાં આ ત્રણ ઈસમો ભેગા મળી રીક્ષા ચાલકને ધોકા વડે માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.સમગ્ર મામલે હાલમાં વિજાપુર પોલીસ મથકમાં પરવેઝ હુસેન સૈયદ,તાહિરહુસેન મુસ્તુફામિયા શેખ,સાહિલ ઉર્ફ તમાકુ સોહીદ હુસેન મલેક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...