માનવતા મહેકાવી:વિજાપુરમાં 108ની ટીમે અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિના પરિવારજનોને મોબાઈલ અને રૂપિયા પરત કર્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા હિંમતનગર હાઇવે પર બે દિવસ અગાઉ એક બાઇક ચાલક સ્લીપ ખાઈ જતા તેણે ગંભીર ઇજાઓ પહોંચી હતી.સમગ્ર ઘટનાની જાણ વિજાપુર 108ને થતા તે ઘટના સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે મોકલી આપ્યો હતો.ઇજાગ્રસ્ત પાસે રહેલા અમુક નાણા અને મોબાઈલ 108 કર્મીઓએ સાચવીને પોતાની પાસે રાખી બાદમાં ઇજાગ્રસ્ત ના પરિવાર જનોને સુપ્રત કરી પોતાની પ્રામાણિકતા દર્શાવી હતી.

મહેસાણા હિંમતનગર હાઇવે પર રાત્રે 9 કલાકે રણછોડ પુરા પાસે બાઈક ચાલકને એક્સિડન્ટ થયો હતો.અકસ્માત માં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.108ને જાણ થતાં વિજાપુર 108 સ્ટાફના પાયલોટ અરુણ ભાઈ અને એમ ટી ભરત ભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઇજા પામેલ વ્યક્તિ બે ભાન અવસ્થામાં હતા, જેથી 108 કર્મીઓ તેણે જરૂરી ઇન્જેક્શન દવાઓ આપી હતી અને સારવાર માટે લઈ ગયા હતા જ્યાં દર્દીની પાસે રહેલા 29440 રૂપિયા અને વિવો ફોન અને બાઈક ની ચાવી 108 કર્મીઓ દર્દીના સગાને સુપ્રત કરી પોતાની પ્રમાણિકતા દર્શાવી હતી બાદમાં પરિવાર જનોએ 108 ટીમને આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...