તસ્કરો બેફામ:વિજાપુરમાં શિક્ષક પોતાના પરિવાર સાથે અમદાવાદ ગયાને તસ્કરોએ તાળા તોડી 1.87 લાખના મત્તાની ચોરી કરી રફુચક્કર

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજાપુરમાં પંચશીલ સોસાયટી બુધ્ધિ સાગર રોડ પર રહેતા શિક્ષક પોતાના પરિવાર સાથે અમદાવાદ ગયા હતા ત્યાંથી પર ઘરે આવ્યા એ દરમિયાન મકાનના તાળા તૂટેલા જોવા મળતા ચોકી ઉઠ્યા હતા.સમગ્ર મામલે મકાનમાં તપાસ દરમિયાન તસ્કરો સમાન અસ્તવ્યસ્ત કરી કુલ 1.87 લાખના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે મામાલે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિજાપુરમા આવેલ પંચશીલ સોસાયટીમાં રહેતા અને રણાંસણ પટેલ આર કે હાઇસ્કુલ માં ફરજ બજાવતા શિક્ષક જયંતિ ભાઈ મેસરિયા પોતાના પરિવાર સાથે 21 જાન્યુઆરી ના રોજ અમદાવાદ ખાતે રહેતા પોતાના દીકરા ને ત્યાં પોતાનું મકાન બંધ કરી કામ અર્થે ગયા હતા.

23 તારીખ ના રોજ શિક્ષક પોતાના પરિવાર સાથે વિજાપુર પોતાના ઘરે પરત આવ્યા એ દરમિયાન મકાનના તાળા તૂટેલા જોતા પરિવાર ચોકી ઉઠ્યો હતો.પરિવાર મકાનમાં જઇ તપાસ કરતા સમાન અસ્તવ્યસ્ત પડેલ હતો તેમજ ફરિયાદીની પત્નીએ સોકેશમાં મુકેલ સોનાની શેરો કિંમત 24,000 થતા સોનાની વીંટી કિંમત 24,000 થતા રોકડ 15,000 તેમજ પરિવાર બીજા રૂમમાં તપાસ કરતા થેલા માં રહેલ 2 તોલા નું મંગળસૂત્ર કિંમત 96,000 થતા 24,000 કિંમતની બુટ્ટી,4,800 કિંમતની ચુની અને 15,000 રોકડા મળી તસ્કરો મકાનના તાળા તોડી કુલ 1,87,800 ના મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા સમગ્ર મામલે શિક્ષકે અજાણ્યા તસ્કરો સામે વિજાપુર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...