સામાન્ય બાબતે હુમલો:વિજાપુરમાં બાળક સાથે મસ્તી નહિ કરવાનું કહેતા પડોશીએ બાળકની માતા પર હુમલો કર્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના બાળક સાથે પાડોશી મસ્તી કરતા માર માર્યો

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા ડેરિયા ગામે પાડોશી બાળક સાથે મસ્તી કરી રહ્યો હતો. એ દરમિયાન બાળકની માતાએ મસ્તી નહિ કરવા પાડોશીને કહેતા પાડોશી ઉશ્કેરાઇ જઇ મહિલા અને તેની પુત્રીને ધોકા વડે માર મારતા ઇજા પહોંચાડી હતી સમગ્ર મામલે હાલમાં પાડોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વિજાપુર તાલુકામાં આવેલા ડેરિયા ગામે રહેતી મહિલાના બાળક સાથે પાડોશમાં રહેતો પરમાર ભરત મસ્તી કરી રહ્યો હતો ત્યારે મહિલાએ કહેલ કે " મસ્તી શું કામ કરો છો? છોકરાને કાંઈ વાગી જશે તો શું કરશો "આમ કહેતાની સાથે જ પાડોશી ભરત ઉશ્કેરાય જઇ નજીકમાં પડેલ ધોકો લઇ આવી મહિલાના પગે માર્યો હતો બાદમાં મહિલાને છોડાવવા પુત્રી વચ્ચે પડતા પુત્રીને પણ માર માર્યો હતો.

વધુ હોબાળો થતા મહિલાનો પતિ આવી જતા વધુ મારથી બચાવી હતી તેમજ પાડોશી ભરત મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ઇજા પામેલ મહિલા અને તેની પુત્રીને સારવાર માટે મોકલી અપાયા હતા. જ્યા મહિલાએ હુમલો કરનાર પરમાર ભરત અમરત ભાઈ વિરુદ્ધ લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...