• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Bhesana Village Of Mehsana, A 4 year old Child Was Fed Tobacco By A Neighbor, And When The Father Objected, Two Men Beat Him Up.

હુમલો:મહેસાણાના ભેસાણા ગામે 4 વર્ષના બાળકને પાડોશીએ તમાકુ ખવડાવી, પિતાએ વિરોધ કર્યો તો બે શખ્સોએ માર માર્યો

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમાકુ ખવડાવનારાએ બાળકના પિતાને ઈટો મારી ઇજા પહોંચાડી

મહેસાણા તાલુકામાં આવેલા ભેસાણા ગામે માહોલમાં રહેતા યુવકે 4 વર્ષના બાળકને તમાકૂ ખવડાવી દેતા બાળકના પિતાએ યુવકને ઠપકો આપ્યો હતો.ઠપકો આપવા જતા તમાકુ ખવડાવનારાએ બાળકના પિતાના માથે ઈટો મારી લોહીલુહાણ કરી મુકતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમજ સમગ્ર મામલે બે શખ્સ વિરુદ્ધ પોલીસ ફરી નોંધાવી છે.

ભેસાણા ખાતે વાઘેલા વાસમાં રહેતા જયદીપ સિંહ વિક્રમ સિંહ વાઘેલા એ નોંધાવલે ફરિયાદ મુજબ તેઓના 4 વર્ષના દીકરા રાજવીરને માહોલમાં રહેતા પૃથ્વી સિંહ વાઘેલાએ બુધાલાલની તમાકુ ખવડાવી દેતા બાળક રોવા લાગ્યો હતો.જેથી બાળકના પિતાએ તમાકુ ખવડાવનારાને ઠપકો આપ્યો આપી ત્યાંથી કાઢી મુક્યો હતો.

બીજા દિવસે ફરિયાદી પોતાના મહોલના નાકે બેઠા હતા એ દરમિયાન તમાકુ ખવડાવનાર પૃથ્વીસિંહ ત્યાં આવીને ગાળો બોલવા લાગ્યો તેમજ " તારા દીકરાને ભૂલથી તમાકુ ખવડાવી એમ કહી બોલાચાલી કરી માર માર્યો હતો.બાદમાં આરોપીના પિતા પણ ત્યાં આવી જતા બને ભેગા મળી ફરિયાદ પર તૂટી પડ્યા હતા અને પૃથ્વીસિંહે ફરિયાદના માથે ઇટ મારી લોહીલુહાણ કરી મુક્યા હતા ઘટનાની જાણ આસપાસના લોકોને થતા હુમલો કરનાર પિતા પુત્ર ત્યાંથી ભાગી ગયા હતા.

તેમજ ઇજા પામેલા બાળકના પિતાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં સમગ્ર મામલે તમાકુ ખવડાવનાર પૃથ્વીસિંહ રતુજી વાઘેલા અને રતુજી ગલાબજી વાઘેલા વિરુદ્ધ લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...