આખરી મતદારયાદી:બેંક લ્હેણામાં બાકીદાર બે અને ડ વર્ગની જિલ્લા સહકારી મંડળી મતદાર યાદીમાંથી કમી કરાઇ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય વાંધા ગ્રાહ્ય, મહેસાણા જિલ્લા સહકારી સંઘની આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરાઈ

મહેસાણા જિલ્લા સહકારી સંઘની પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરાયા બાદ આવેલા વાંધાઓમાં વિસનગર તાલુકાની ત્રણ મંડળીને મતરદારાયદીમાંથી કમી કરીને આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે.જેમાં બે મંડળી બેકમાં મુદ્દતવીતી બાકીદાર હોઇ મતદાર માટે ગેરકાયદેસર ઠરે છે,જ્યારે એક મંડળી ડ વર્ગમાં આવતી હોઇ મતદાર યાદીમાંથી કમી કરવાનો વાંધો આવ્યો હતો,આ ત્રણેય વાંધા ગ્રાહ્ય રાખીને મતદારયાદીમાંથી ત્રણ મંડળીના નામ કમી કરી જિલ્લા સહકારી સંઘની આખરી મતદારયાદી જાહેર કરાઇ છે.જેમાં એક પ્રતિનિધિના નામમાં બદલાવ કરવાનો વાંધો ગ્રાહ્ય રખાયો છે.

મહેસાણા પ્રાન્ત અધિકારી અને ચૂ઼ટણી અધિકારી કચેરી ખાતેથી જિલ્લા સહકાર સંઘની મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધી બાદ બે વાંધા અને એકમાં નામ સુધારણાની અરજ આવી હતી.જેમાં કામચલાઉ મતદારયાદીમાં વિસનગર તાલુકામાં વિસનગર જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના પ્રતિનિધી કાનજીભાઇ કેશુભાઇ ચૌધરીનો સમાવેશ કરેલ છે. પરંતુ શ્રી વિસનગર જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી. વિસનગર નાગરિક સહકાર બેન્ક લી.ની ની રૂ. 4.25 કરોડની મુદ્દતવીતી બાકીદાર છે.આ પ્રતિનિધી વિસનગર તાલુકાની દઢીયાળ સેવા સહકારી મંડળીના પણ મતદાર છે.

તેમનું નામ મતદારયાદીમાંથી બંન્ને મંડળીઓમાંથી રદ કરવાનો વાંધો આવ્યો હોઇ ગ્રાહ્ય રાખીને જિલ્લા સહકારી સંઘની મતદારયાદીમાંથી કમી કરાઇ છે.જ્યારે કામચલાઉ મતદારયાદીમાં વિસનગરની કૃષિ બિયારણ અને ગ્રામોદ્યોગ સહકારી મંડળી લી.ના પ્રતિનિધી પટેલ રેવાભાઇ ભગવનાભાઇનું નામ સમાવેશ કરેલ છે.

પરંતુ કૃષિ બિયારણ અને ગ્રામોદ્યોગ સહકારી મંડળી લી.વિસનગરનો ઓડિટ વર્ગ " ડ " હોઇ મતદારયાદીમાં નામ રદ્દ કરવા આવેલ અરજ ગ્રાહ્ય રાખીને યાદીમાંથી નામ કમી કરાયુ છે. આ ઉપરાંત કડી નાગરીક સહકારી બેન્ક લિ.માં રાજેન્દ્રકુમાર ગાંડાલાલ પટેલની જગ્યાએ શૈલેષકુમાર ગોવિંદલભાઇ પટેલના નામ સુધારાની અરજ ગ્રાહ્ય રાખીને પ્રક્રિયાના અંતે ચૂંટણી અધિકારી દ્વારા આખરી મતદારયાદી પ્રસિધ્ધી કરાઇ હતી.

14 સીટ માટે 10 તાલુકાના કુલ 127 મંડળી પ્રતિનિધિ સહિત કુલ 140 મતદાર
જિલ્લા સહકારી સંઘમાં તાલુકાદીઠ પ્રતિનિધિ પ્રમાણે મંડળીઓની કુલ 10 સીટ, જિલ્લાકક્ષા વિભાગની 2 તેમજ વ્યક્તિ સભાસદ વિભાગની 1 સીટ મળીને કુલ 13 સીટ થાય છે.આ ઉપરાંત ક્રેડીટ સોસાયટી વિભાગની એક સીટ એક જ સોસાયટી મતદારયાદીમાં હોઇ ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ છે.હવે તાલુકા દીઠ મતદાર મંડળી પ્રતિનિધિ પર નજર કરીએ તો મહેસાણામાં 23,કડીમાં 20, વિસનગરમાં 17, ખેરાલુમાં 17,બહુચરાજીમાં 14, વડનગરમાં 11,વિજાપુર 9, સતલાસણા 8, ઊંઝા 5 અને જોટાણા 3 મળીને કુલ 127 મતદારનો સમાવેશ થાય છે.ે જિલ્લાકક્ષા વિભાગમાં 6, નાગરિક બેંક વિભાગમાં 3 અને વ્યક્તિ સભાસદ વિભાગમાં 3 મતદારનો યાદીમાં સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...