• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Bahucharaji And Unjha, BJP's Vote Share Is Continuously Decreasing, While In Mehsana And Unjha, Congress' Vote Share Is Continuously Increasing.

વોટશેર વધ્યો:બહુચરાજી અને ઊંઝા બેઠક પર ભાજપનો વોટશેર સતત ઘટી રહ્યો છે, તો મહેસાણા અને ઊંઝામાં કોંગ્રેસનો વોટશેર સતત વધી રહ્યો છે

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાજપ પાસે એકમાત્ર કડી બેઠક એવી છે જ્યાં ઉતાર અને ચડાવ વચ્ચે 4 ટર્મમાં વોટશેર વધ્યો

મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાં વર્ષ 2002માં ભાજપને 55.70% મત મળ્યા હતા. ત્યાર બાદ 2007માં 53.10%, 2012માં 50.50% અને 2017માં પાટીદાર આંદોલનની અસરના કારણે સૌથી ઓછા 46.60% મત મળ્યા હતા. એટલે કે, છેલ્લી 4 ટર્મમાં સતત ઘટી રહેલા વોટશેરનો રેશિયો 9.10% થયો છે.

તેવી જ રીતે કોંગ્રેસની સ્થિતિ જોઇએ તો, 2002ની ચૂંટણીમાં કુલ 39.80% મત મળ્યા હતા. ત્યાર બાદ 2007માં 38.4% અને 2012માં 36.40% મત મળ્યા હતા. સતત ઘટતાં વોટશેરને 2017ની ચૂંટણી દરમિયાન પાટીદાર આંદોલનને લઇ સૌથી વધુ 45.60% મત મળ્યા હતા. એટલે કે, 2002ની ચૂંટણી કરતાં 2017માં વોટશેર 5.8% વધ્યો છે. બંને પક્ષોની બેઠક પ્રમાણેને સ્થિતિ જોઇએ તો, ભાજપ પાસે એક માત્ર કડી બેઠક એવી છે, જેમાં ઉતાર ચડાવ વચ્ચે 4 ટર્મમાં વોટશેર વધ્યો છે.

જ્યારે બહુચરાજી અને ઊંઝા બેઠક પર ભાજપના વોટશેરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી બાજુ, કોંગ્રેસ માટે એકપણ બેઠક એવી નથી કે જેમાં વોટશેર સતત ઘટી રહ્યો હોય. ઉલટું મહેસાણા અને ઊંઝા બેઠક પર કોંગ્રેસનો વોટશેર વધ્યો રહ્યો છે.

છેલ્લી 4 ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા મત

બેઠક2017201220072002
ખેરાલુ42.20%53.80%53.50%57.80%
ઊંઝા41.50%55.80%59.10%68.20%
વિસનગર49.90%54%52.40%54.90%
બહુચરાજી40.40%44.70%52.20%54.10%
કડી50.90%46.90%48.20%46.30%
મહેસાણા49.30%55.20%53.20%51.10%
વિજાપુર48.20%43.20%53.30%57.30%
કુલ46.60%50.50%53.10%55.70%

છેલ્લી 4 ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા મત

બેઠક2017201220072002
ખેરાલુ27%39.30%37.40%42.20%
ઊંઝા54.50%37.90%36.50%28.70%
વિસનગર48%0%27.60%42.10%
બહુચરાજી50.20%40.50%39.10%43%
કડી46.90%47.60%47.20%51%
મહેસાણા45.40%40.40%40.20%36.30%
વિજાપુર47.40%49.30%40.70%35.60%
કુલ45.60%36.40%38.40%39.80%

(નોંધ : 2012માં નવા સિમાંકનથી જોટાણા બેઠક રદ કરી બહુચરાજી બેઠક બની હતી)

અન્ય સમાચારો પણ છે...