ખેરાલુના એક ગામમાં યુવાન પર પાંચ જેટલા ઈસમો ધોકા અને લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા. જેમાં ઇજાગ્રસ્ત થયેલા યુવાને થોડા દિવસ અગાઉ હુમલો કરનાર ઈસમોને ડેરીમાં ચપ્પલ પહેરીને નહીં અવાનું કેતા આ ઈસમોએ અદાવત રાખી સાંજના સમયે ગામના જ યુવાને હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ખેરલુ તાલુકાના અંબાવાડા ગામમાં રહેતા યુવાને ત્રણેક દિવસ પહેલા ગામના કેટલાક યુવાન ડેરીમાં ચપ્પલ પહેરી ને આવ્યા હતા. જોકે, એ સમયે આ યુવાને અન્ય યુવાનો ને ડેરીમાં ચપ્પલ પહેરીને નહિ અવાનું કહેતા ચપ્પલ પેરીને આવેલા યુવાનો ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ યુવાનો ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ બીજા દિવસે સાંજે રજુજી ઠાકોર નામનો યુવાન આંબાવાડા ગામથી ખેરાલુ ગામમાં બાઇક પર દરનું દળાવવા નીકળ્યો હતો. એ સમયે અગાઉ ની બોલાચાલીની અદાવત રાખી ગામના જ યુવાનોએ આ યુવાનને રોકી જેમાં રબારી સાવન તેમજ રબારી કમલેશ અને રબારી સતીષ આ ત્રણ ઈસમોએ ફરિયાદી ને કહેવા લાગ્યા હતા કે કેમ તું પેલા દિવસ ડેરી માં ચપ્પલ પહેરી ને અવાનુના પાડતો હતો એમ કહી ત્રણ ઈસમોએ ફરિયાદી ને માર માર્યો હતો
હાથમાં રહેલા ધોકા અને લાકડીઓ વડે ફરિયાદી ના શરીર પર ઈજાઓ પહોંચાડી હતી. ઘાયલ થયેલા યુવાને પોતાનું બાઇક લઈને ઘરે જવા કોશિશ કરી એ દરમિયાન અન્ય બે ઈસમ ત્યાં આવી પહોંચ્યા જેમાં રબારી શક્કર અને રબારી હરજી નામના બે ઈસમોએ ફરિયાદી પાસે આવી ને ફરી વાર લાફા અને ગરદાપાતું નો માર મારી ફરિયાદીને ઘાયલ કર્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારને થતાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને તાત્કાલિક 108 મારફતે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઘાયલ થયેલ યુવાને ગામના જ પાંચ ઈસમો સામે નામજોગ ફરિયાદ ખેરાલુ પોલીસ મથક માં નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.