જૂની અદાવતનું વેર વાળ્યું!:મહેસાણાનાં અંબાસણમાં 61 વર્ષના વૃદ્ધે 63 વર્ષના વૃદ્ધાની છેડતી કરી

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અંબાસણમાં નજીવી બાબતે મારામારી, 3 સામે ગુનો

મહેસાણા તાલુકાના અંબાસણ ગામમાં રવિવારે સામાન્ય બાબતે 2 પક્ષે મારામારી થઇ હતી. જેમાં 63 વર્ષની વૃદ્ધાએ 61 વર્ષના વૃદ્ધ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધે પણ 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. લાંઘણજ પોલીસે બંને પક્ષની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.

જુની અદાવતે વૃદ્ધાની છેડતી કરી
લાંઘણજ પોલીસ મથકે નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, અંબાસણ ગામના અંબિકા સોસાયટીમાં રહેતું દંપતી રવિવાર સવારે ટુ-વ્હિલર પર ખેતરેથી ઘરે આવી રહ્યું હતું. ત્યારે રસ્તામાં ઉભેલા વિનુભાઇ ભીખાભાઇ પટેલે અગાઉ કરેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી તેમને રોકી 63 વર્ષની વૃદ્ધાની છેડતીનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમના પતિનું ગળું દબાવી ગડદાપાટુનો માર માર્યો હોવાનું જણાવ્યું છે.

બોરના ભાડા મામલે બોલાચાલી
બીજી ફરિયાદ મુજબ, વિનોદભાઇ ભીખાભાઇ પટેલ નિગમના બોરે હાજર હતા. ત્યારે પતિ-પત્ની આવ્યા હતા અને બોરનું ભાડું ખતવી આપવા મામલે બોલાચાલી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...