વરઘોડો કાઢવા બાબતે હુમલો:વિજાપુરના આગલોડ ગામે રાવળ સમાજના યુવકનો વરઘોડો નીકળતા અસામાજિક તત્વોએ હુમલો કરી ઇજા પહોંચાડી

મહેસાણા6 દિવસ પહેલા
  • સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પરિવારે SPને રજૂઆત કરી

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના આગલોડ ગામે રાવળ સમાજના યુવકના લગ્ન હોવાથી પરિવાર પોતાના દીકરાનો વરઘોડો કાઢયો હતો. જે મામલે ગામના અન્ય સમાજના કેટલાક અસામાજિક તત્વોએ વરઘોડો નહીં કાઢવાનો એમ કહી હુમલો કરતાકેટલાક લોકોએ ઇજાઓ પહોંચી હતી. આ મામલે પરિવાર આજે મહેસાણા જિલ્લા એસપીને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.

વિજાપુર તાલુકાના આગલોડ ગામમાં રહેતા રાવળ કિશન ભીખાભાઇના લગ્ન પ્રસંગ દરમિયાન પરિવાર પોતાના દીકરાનો વરઘોડો નીકળ્યો હતો. એ દરમિયાન ગામના દિગ્વિજય અમરતજી ઠાકોર નામના શખ્સ દ્વારા રાવળ કિશનને ઘોડી પડથી નીચે ઉતારી સમાજ વિરુદ્ધ અપશબ્દો બોલી લોખંડના કહોડા થી હુમલા કર્યો હતો.

આ મામલે ગામના અસામાજિક તત્વોએ રાવળ સમાજના કેટલાક લોકો પર ધોકા, ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી વરરાજા અને તેના પરિવારને ઇજા પહોંચાડી હતી. આ મામલે ભોગ બનનાર પરિવારે સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આજ રોજ ભોગ બનનાર પરિવાર અને રાવળ સમાજના લોકો ભેગા મળી આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીને રજૂઆત કરી હતી.

આ મામલે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ભોગ બનાનર રજૂઆત માટે આવ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસને ફરિયાદ નોંધવા જાણ કરવામાં આવી છે. અગાઉ પણ આ મામલે અરજીના આધારે અટકાયતી પગલાં લેવામાં આવી ચુક્યા છે. આ મામલે ગુનાહિત કૃત્ય કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...