• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In A Village In Mehsana, On The Occasion Of A Wedding, A Person Rained Rupee On A Dholi, A Sheet Of Rupee Was Spread On The Road

કોથળો ભરીને પૈસા ઉડાડ્યા:મહેસાણાના એક ગામમાં એક પ્રસંગમાં વ્યક્તિએ ઢોલી પર રૂપિયાનો વરસાદ કર્યો, રસ્તા પર રૂપિયાની ચાદર પથરાઈ

મહેસાણા9 મહિનો પહેલા
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તમામ લોકો વીડિયો જોઈ ચોંકી ઊઠ્યા

મહેસાણાના એક ગામમાં એક પ્રસંગ દરમિયાન રૂપિયાનો વરસાદ થયો હતો. આ પ્રસંગમાં એક વ્યક્તિએ જોશમાં આવીને પ્લાસ્ટિકનો કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં રૂપિયાનો વરસાદ જોઈને તમામ લોકો ચોંકી ઊઠ્યા હતા.

વીડિયો લીંચ ગામનો હોવાની વિગત
આ અંગે મળતી માહિતી મુજબ, મહેસાણાના એક ગામમાં એક પ્રસંગમાં એક વ્યક્તિએ કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો મહેસાણાના લીંચ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે, જ્યાં કોઈ પ્રસંગ દરમિયાન ઢોલ-નગારાંના તાલ સાથે એક વ્યક્તિ ગામલોકોની વચ્ચે પ્લાસ્ટિકની બેગ ભરીને પૈસા રોડ પર ફેલાવતી નજરે પડી રહી છે.

વીડિયોમાં દસની નોટો મોટા પ્રમાણમાં જોવા મળી
આ સમગ્ર ઘટનાને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. વીડિયોમાં દસની નોટો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જોકે આ વીડિયો ક્યારનો છે એ અંગે હજુ સુધી વિગતો જાણવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...