• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In A Village In Bijapur, A Father And Son, Agitated By Saying 'why Don't They Give Goats', Pulled The Girl's Clothes And Tried To Take Her Away?

નજીવી બાબતે તકરાર:વિજાપુરના એક ગામમાં 'બકરો કેમ આપતા નથી' તેવું કહી ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ યુવતીના કપડા ખેંચીને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિજાપુર તાલુકાના એક ગામમાં 'બકરો કેમ આપતા નથી' તેવું કહેતા થયેલી તકરારમાં ઉશ્કેરાયેલા પિતા અને પુત્રએ યુવતીના કપડા ખેંચીને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે નોંધવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
​​​​​​​પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વિજાપુરના એક ગામમાં રહેતા એક પરિવારના ઘરે સાંજના સુમારે એક શખ્સ અને તેનો પુત્ર આવેલા અને તેમણે 24 વર્ષીય યુવતીને 'બકરો કેમ આપતા નથી તેવું કહીને' તેની સાથે તકરાર કરી ને ગાળો બોલી હતી. તેમજ ઉશ્કેરાયેલા પિતા-પુત્ર એ યુવતીના કપડા ખેંચતા તેણીએ બૂમાબૂમ કરતા યુવતીના પિતા આવી ગયા હતા. જેથી તેઓએ યુવતીના માતા-પિતા અને પાડોશીને લાકડીઓ અને ગરડા પાટુનો માર માર્યો હતો. આ અંગે વિજાપુર પોલીસ મથકમાં યુવતીએ આબરૂ લેવાના થયેલા આક્ષેપ સાથે કરલી અરજીના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...