તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લામાં એક જ દિવસમાં દેશી દારૂના 53 કેસ નોંધાયા

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વિધવા સહિત 25 મહિલા દારૂ સાથે ઝડપાઈ
  • રૂ.5760ની કિંમતનો 288 લિટર દેશી દારૂ જપ્ત

મહેસાણા જિલ્લામાં પોલીસે સોમવારે દેશી દારૂના અડ્ડાઓ ઉપર સામુહિક રેડ કરી 53 સ્થળોએથી દેશીદારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં 5 વિધવા સહિત 25 જેટલી મહિલાઓ દારૂ સાથે ઝડપાઈ હતી.પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અન્વયે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. મહેસાણા જિલ્લાના 20 પોલીસ સ્ટેશન દ્વારા સોમવારે દેશી દારૂના અડ્ડાઓ પર ડ્રાઈવ કરાઇ હતી. જેમાં કુલ રૂ.5760નો 288 લિટર દેશી દારૂ પકડાયો હતો.

20 પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ
દારૂ વેચવાના મામલે 20 પોલીસ સ્ટેશનોમાં 53 ગુના નોંધવામાં આવ્યા હતા. આ 53 ગુના પૈકી 25 જેટલી મહિલા સામે દેશી દારૂ પકડાવા મામલે ગુના નોંધાયા હતા. જેમાં 5 વિધવા મહિલા પણ દેશી દારૂ ગાળતી હોવાનું બહાર આવ્યું હતું. આમ, જિલ્લામાં હજુ પણ મહિલાઓ દેશી દારૂ ગાળવાનો ધંધો કરતી હોવાનું પોલીસના આંકડા પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. 20 પોલીસ સ્ટેશનોમાં 1થી લઈને 6 સ્થળો ઉપરથી દેશી દારૂ પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...