તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો:મહેસાણામાં સામાન્ય બાબતમાં બે વ્યક્તિઓએ યુવકને ગાળો બોલી ઢોરમાર માર્યો

મહેસાણા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણા પોલીસે ફરિયાદના આધારે વધું તપાસ હાથ ધરી - Divya Bhaskar
મહેસાણા પોલીસે ફરિયાદના આધારે વધું તપાસ હાથ ધરી
  • મહેસાણા એ ડીવીઝન પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહેસાણા શહેરમાં સામાન્ય બાબતે મારામારીની ઘટના સામે આવ્યા બાદ આજે બંને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવી છે. જેમાં એક પક્ષની ફરીયાદ મુજબ ઇસમોએ તેમને રોકી ઝાપટ મારવાનો પ્રયાસ કરી ગાળાગાળી કરી હતી. બાદમાં ઇસમોએ તેમને ગડદાપાટુનો માર મારતાં ફરીયાદીના ભાઇએ આવી પહોંચતાં વધુ મારમાંથી છોડાવ્યા હતા. ઘટનામાં ફરીયાદીનો સોનાનો દોરો અને રોકડ રકમ પણ ક્યાંક પડી ગઇ હોવાનું લખાવ્યુ છે. ઘટનાને લઇ મહેસાણા એ ડીવીઝન પોલીસે બે શખ્સો સામે નામજોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા શહેરમાં ગઇકાલે રાત્રે નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. શહેરના સાંઇબાબા મંદીરની પાછળ શિવમ રેસીડેન્ડીમાં રહેતાં હિમાંશુ ગૌતમભાઇ ગાંધીએ નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓ ગઇકાલે રાત્રે દસેક વાગ્યે બાઇક લઇ પોતાના ઘરે જતાં હતા. આ દરમ્યાન નવી ચિત્રોડીપુરા (ઇન્દીરાનગર)ના સેનમા હિમાંશુ ઉર્ફે લાલો મહેન્દ્રભાઇ સહિતના બૌધ્ધ વિહાર આગળ અંધારામાં ઉભા હોઇ ફરીયાદી નીકળતાં ઝાપટ મારવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીએ ફરિયાદીને ગાળાગાળી કરી ગડદાપાટુનો માર મારવા લાગ્યા બાદ સેનમા ભાવેશે કમરમાંથી છરી કાઢી મારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન ફરીયાદીના ભાઇ આવી જતાં વધુ મારમાંથી છોડાવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે મારમારીની ઘટનામાં હિમાંશુભાઇ ગાંધીએ ગળામાં પહેરેલ દોઢ તોલાનો સોનાનો દોરો અને રોકડ રકમ ચાર હજાર ક્યાંક પડી ગયા હોવાની ફરીયાદ નોંધાવી છે. મહેસાણા એ ડીવીઝન પોલીસે બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...