આગાહી:માં 72 કલાકમાં ઠંડી 4 ડિગ્રી સુધી વધશે, શીતલહેરનું યલોએલર્ટ અપાયું

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણામાં 24 કલાકમાં ઠંડીનો પારો 7 ડિગ્રી ગગડી 11.1 થયો
  • ​​​​​​​12 કિમીની ઝડપે ફૂંકાયેલા હીમ પવનોના કારણે ઠંડીનો ચમકારો

ત્રણ દિવસના વાદળછાયા વાતાવરણ બાદ રવિવારે ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન ફૂંકાવાનું ફરી શરૂ થયું હતું. પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે રાત્રીનું તાપમાન સાડા 7 ડિગ્રી ઘટ્યું હતું. જ્યારે દિવસનું તાપમાન પોણા 5 ડિગ્રી સુધી ઘટ્યું હતું.

જેને લઇ ઠંડીનો પારો 11 થી 13.3 ડિગ્રીની વચ્ચે, જ્યારે દિવસનો પારો 21 થી 22 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. દિવસ-રાતના તાપમાનમાં આવેલા ઘટાડા અને ભારે પવનના કારણે દિવસભર ચાબકા મારતી ઠંડીનો અનુભવ થયો હતો. મહેસાણામાં 24 કલાકમાં ઠંડીનો પારો 7 ડિગ્રી ગગડીને 11.1 થઇ ગયો હતો.ઠંડાહેમ જેવા પવનના કારણે લોકો દિવસભર ગરમ કપડાંમાં સમેટાયેલા જોવા મળ્યા હતા. કાતિલ પવનના કારણે સમી સાંજ બાદ જાહેર રસ્તાઓ પર કર્ફ્યુનો માહોલ જોવા મળ્યો હતો.

દિવસ-રાતનું તાપમાન

શહેરરાત્રેદિવસે
મહેસાણા11.1(-7.2)21.1(-4.0)
પાટણ11.1(-6.9)21.3(-3.7)
ડીસા11.0(-6.4)21.5(-4.1)
ઇડર11.0(-7.5)21.6(-4.6)
મોડાસા13.3(-6.3)21.9(-4.8)

​સિઝનની સૌથી વધુ ઠંડીની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 72 કલાકમાં ઠંડી 2થી 4 ડિગ્રી વધશે. આ સાથે 48 કલાક સુધી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં શીતલહેર ફૂંકાશે. જેને લઇ ચારેય જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. આ સાથે આગામી ત્રણ દિવસમાં સિઝનની સૌથી વધુ ઠંડીનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...