હવામાન:ઉત્તર ગુજરાતના 5 શહેરોમાં ગરમી 40 ડિગ્રીની આસપાસ રહી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ પડતાં ભેજના કારણે ઉકળાટ અનુભવાયો
  • આગામી 5 દિવસ ગરમીનું​​​​​​​ પ્રમાણ યથાવત રહેશે

ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યો છે. ભેજવાળા પવનના કારણે મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો છે. બીજી બાજુ 18 થી 71 ટકા સુધીના ભેજના કારણે ઉત્તર ગુજરાતમાં ઉકળાટનો કહેર વધ્યો છે.

ઉકળાટ અને ગરમીના બેવડા મારના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, પવનની દિશામાં આવેલા ફેરફારના કારણે આગામી 5 દિવસ સુધી ઉત્તર ગુજરાતના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. આ દરમિયાન ઉકળાટમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

5 શહેરમાં ગરમીનો પારો

મહેસાણા

39.8 (-0.2) ડિગ્રી

પાટણ

40.0 (-0.1) ડિગ્રી

ડીસા

40.2(+0.2) ડિગ્રી

ઇડર

40.7 (+0.2) ડિગ્રી

મોડાસા

40.5 (+0.4) ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...