તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:4 નગરપાલિકામાં 2015 કરતાં આ વખતે હરીફ ઉમેદવારોની સંખ્યામાં 18નો ઘટાડો

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકામાં 2015માં 329 ઉમેદવારો હતા, આ વર્ષે 311 ઉમેદવારો છે

સ્થાનિક સ્વરાજની વર્ષ 2015 અને 2021ની ચૂંટણીમાં હરીફ ઉમેદવારો પર નજર કરીએ તો વધ-ઘટ જોવા મળી રહી છે. મહેસાણા જિલ્લાની 4 પાલિકામાં 2015 કરતાં આ વખતે હરીફ ઉમેદવારોની સંખ્યા ઘટી છે. , 2015માં 329 ઉમેદવારો હતા, આ વર્ષે 311 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 18 ઉમેદવારોનો ઘટાડો નોંધાયો છે. કડી પાલિકામાં એકસાથે 26 બેઠકો બિનહરીફ થતાં ઉમેદવારોની સંખ્યા ઘટી છે. જ્યારે 10 તાલુકા પંચાયતોમાં કુલ 10 અને જિલ્લા પંચાયતમાં માત્ર એક ઉમેદવારનો વધારો નોંધાયો છે.

મહેસાણા પાલિકાની ચૂંટણીમાં વર્ષ2015માં 104 હરીફ ઉમેદવારો હતા, જ્યારે 2021માં 126 છે. એટલે કે 22 ઉમેદવારો વધ્યા છે. વિસનગર પાલિકા ચૂંટણીમાં વર્ષ 2015માં 72 હરીફ ઉમેદવારો હતા, જ્યારે આ વર્ષે 86 છે, એટલે કે 14 ઉમેદવારો વધ્યા છે. કડી પાલિકાની ચૂંટણીમાં 2015માં 68 હરીફ ઉમેદવારો હતા, આ વર્ષે 18 છે, જે 50 ઉમેદવારોનો ઘટાડો સૂચવે છે. ઊંઝા પાલિકાની ચૂંટણીમાં 2015માં 85 હરીફ ઉમેદવારો હતા, આ વર્ષે 4 ઘટીને 81 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો