તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતા:મહેસાણા શહેરમાં 26 દિવસમાં સ્વચ્છતા એપમાં સફાઇ અંગે 299 ફરિયાદ મળી, 285નો નિકાલ

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા 1 ફરિયાદ રદ કરાઇ, 13 પેન્ડિંગ

મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 26 દિવસમાં 299 જેટલી ગંદકીની ફરિયાદો સ્વચ્છતા એપમાં અપલોડ કરાઇ હતી. જે પૈકી 285 સ્થળોની સફાઇ સાથે ફરિયાદોનો નિકાલ કરાયો છે. જ્યારે 13 ફરિયાદો હજુ પેન્ડિંગ છે અને 1 ફરિયાદ રદ કરાઇ હતી. મહેસાણા પાલિકાના શહેરી વિસ્તારમાં છેલ્લા 26 દિવસમાં ગંદકીની 299 ફરિયાદો નાગરિકોએ એપમાં અપલોડ કરી હતી. જે પૈકી પાલિકાએ ગણતરીના કલાકોમાં 285 ફરિયાદોનો નિકાલ કર્યો છે. જ્યારે એક ફરિયાદની ખરાઇ કરતાં કાંઇ ન મળતાં તેને રિજેક્ટ કરવામાં આવી હતી. જ્યારે 13 જેટલી ફરિયાદો હજુ પેન્ડિંગ છે.

આ રીત છે એપનો ઉપયોગ કરવાની

  • પ્લે સ્ટોરમાંથી Swachhta-MoHUA નામની એપ ડાઉનલોડ કરવી
  • એપ ઇનસ્ટોલ થયા બાદ રજીસ્ટ્રેશન કરવું
  • ત્યાર બાદ જે તે વિસ્તારની ગંદકીના ફોટા પાડી તેની વિગત એપમાં અપડેટ કરવી
  • એપમાં અપડેટ ફરિયાદ પાલિકાનો સ્ટાફ જોઇને નિકાલ કરશે
અન્ય સમાચારો પણ છે...