ઠંડીનો ચમકારો યથાવત:24 કલાકમાં ઠંડી સાડા 4 ડિગ્રી ઘટીને 12.3 નોંધાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં ઠંડી સાડા 4 ડિગ્રી ઘટીને 12.3 નોંધાઇ

ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર બપોર પછી પવનની દિશામાં બદલાવ આવતાં શુક્રવાર વહેલી સવાર સુધી વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 60 ટકાથી વધીને 70 ટકાએ પહોંચ્યું હતું. વાતાવરણમાં આવેલા આ પલટાથી ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી સાડા 5 ડિગ્રી સુધી ઘટી ગઇ હતી. જોકે, પ્રતિ કલાકે સરેરાશ 7 થી 9 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે તાપમાન વધવા છતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

હવામાન વિભાગ મુજબ, 10 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા ના બરાબર રહેશે. આ 4 દિવસમાં પૂર્વ અથવા પશ્ચિમ દિશાના પવન ફૂંકાઇ શકે છે. જેને લઇ હવામાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે વધશે તેમજ ઠંડીનું જોર વધુ 2 થી 4 ડિગ્રી ઘટવાની શક્યતા છે. ભેજ વધતાં સવારના સમયે ધુમ્મસ જોવા મળી શકે છે.

ઉ.ગુ.માં ઠંડીનો પારો

મહેસાણા12.3 (+4.4) ડિગ્રી
પાટણ12.5 (+5.5) ડિગ્રી
ડીસા10.0 (+3.1) ડિગ્રી
હિંમતનગર14.0 (+5.2) ડિગ્રી
મોડાસા14.2 (+3.7) ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...