ઠંડી 5 ડિગ્રી સુધી ઘટી:ઉ.ગુ.માં કાતિલ મોજા બાદ 24 કલાકમાં ઠંડી સાડા 4 ડિગ્રી ઘટી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા 10 ડિગ્રી ઠંડી સાથે ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડું શહેર

ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર બપોર પછી પવનની દિશામાં બદલાવ આવતાં શુક્રવાર વહેલી સવાર સુધી વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 60 ટકાથી વધીને 70 ટકાએ પહોંચ્યું હતું. વાતાવરણમાં આવેલા આ પલટાથી ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી સાડા 5 ડિગ્રી સુધી ઘટી ગઇ હતી.

જોકે, પ્રતિ કલાકે સરેરાશ 7 થી 9 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે તાપમાન વધવા છતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. 10મી જાન્યુઆરી સુધી ઠંડી વધવાની શક્યતા નહીંવત હવામાન વિભાગની આગાહી મુજબ, 10મી જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા ના બરાબર રહેશે. આ 4 દિવસમાં પૂર્વ અથવા પશ્ચિમ દિશાના પવન ફૂંકાઇ શકે છે. જેને લઇ હવામાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે વધશે તેમજ ઠંડીનું જોર વધુ 2 થી 4 ડિગ્રી ઘટવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...