તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા પહેલાંનો વીડિયો:'હું આત્મહત્યા કરું છું...લવ યુ ફ્રેન્ડ્સ...લવ યુ મોમ-ડેડ' કહી યુવક મોઢેરા કેનાલમાં કૂદી પડ્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કિડનીની તકલીફ અને માનસિક સ્થિતિ સારી ન હોવાનું કહી યુવકે કેનાલમાં ઝંપલાવ્યું

મહેસાણા જિલ્લામાં હાલ એક યુવકનો આત્મહત્યા પહેલાંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાઈરલ વીડિયો પ્રમાણે, યુવકે આ વીડિયો મોઢેરા કેનાલ પાસે ઉતાર્યો હતો. એમાં યુવક પોતાને કિડનીની તકલીફ, માનસિક સ્થિતિ સારી ન હોવાથી આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવે છે. વીડિયોમાં યુવક જણાવે છે કે 'હું આત્મહત્યા કરું છું...લવ યુ ફ્રેન્ડ્સ....લવ યુ મોમ-ડેડ' કહી કેનાલમાં કૂદી પડ્યો હતો.

લવ યુ મોમ-ડેડ, લવ યુ ફ્રેન્ડ્સ કહી કૂદી પડ્યો
વીડિયોમાં યુવક બોલી રહ્યો હતો કે " હાઇ, હું જસવંત ઠાકોર, હું મોઢેરા કેનાલમાં આત્મહત્યા કરું છું. મારો પર્સનલ એટલે કે મારી માનસિક સ્થિતિ ખરાબ હોવાથી હું આત્મહત્યા કરું છું, જેમાં મારી ફેમિલીનું કે બીજા કોઈનો વોક નથી. મારી કિડનીની તકલીફ અને મારી માનસિક તકલીફ હોવાથી હું આત્મહત્યા કરું છું...લવ યુ ફ્રેન્ડ્સ....લવ યુ મોમ-ડેડ. મૃત્યુ પામેલા યુવકના છેલ્લી ઘડીના શબ્દો વીડિયોમાં કેદ થયા હતા.

યુવક લવ યુ મોમ-ડેડ, લવ યુ ફ્રેન્ડ્સ કહી કૂદી પડ્યો.
યુવક લવ યુ મોમ-ડેડ, લવ યુ ફ્રેન્ડ્સ કહી કૂદી પડ્યો.

યુવક ચાણસ્માના ગંગેટ ગામનો હોવાનું સામે આવ્યું
આત્મહત્યા કરનારો યુવક ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામનો જસવંત ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તે મોઢેરા કેનાલ આવી પહોંચ્યો હતો. ત્યાં યુવકે વીડિયોમાં પોતાની તકલીફો જણાવીને કેનાલમાં કૂદી પડ્યો હતો. એની સ્થાનિક લોકોને જાણ થતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ તરવૈયા મારફત તેની લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકના પરિવારને જાણ કરાતાં પરિવારજનો મોઢેરા કેનાલ આવી પહોંચ્યાં હતાં અને ઓળખ કરી લાશને પોતાના વતન લઇ ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...