કાર્યવાહી:જિલ્લામાં ચાઇના ક્લેની ગેરકાયદે હેરાફેરી પકડાઇ

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ60 લાખનો મુદ્દામાલ સીઝ કરી દંડનીય કાર્યવાહી
  • ખનિજ વિભાગે નુગરથી ઓવરલોડ ચાઇના ક્લે અને મોટપ ચોકડીથી રેતી ભરેલુ ડમ્પર સીઝ કર્યું

જિલ્લામાં ઓવરલોડ રેતીની સાથે હવે ચાઇનાક્લે નામના ખનિજની પણ ગેરકાયદે હેરાફરી વધી છે. ત્યારે ખાણ ખનિજ વિભાગે બહુચરાજી રોડ પર નુગર સર્કલ નજીકથી ઓવરલોડ ચાઇના ક્લે અને મોટપ ચોકડી નજીકથી રેતી ભરેલું ડમ્પર સીઝ કર્યું હતું.

મદદનિશ ભૂસ્તર અધિકારીની ટીમના ચેકિંગમાં નુગર સર્કલે ઓવરલોડ ચાઇના ક્લે ભરેલું ડમ્પર અને મોટપ ચોકડીથી સાદી રેતી ભરેલું ડમ્પર પકડાયું હતું. આ બંને ડમ્પર સીઝ કરી સ્ટોકીસ્ટ પ્લાન્ટ મુકાયા હતા. વિભાગ દ્વારા રૂ.60 લાખનો મુદ્દામાલ સીઝ કરી હવે દંડનીય વસૂલાત માટે તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...