મહેસાણા બસસ્ટેશન સંચાલિત પીપીપી મોડ પર બસપોર્ટમાં બનાવેલ ટોયલેટમાં યુરીનલ ફ્રી હોવા છતાં મહિલા ટોયલેટમાં મુસાફરોથી ગેરકાયદેસર રૂ. બે ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. ટોયલેટ બહાર બેસતા કામદાર મહિલા પાસેથી રૂ. બે ચાર્જ માંગી લે છે. અગાઉ આ ફરિયાદ ઉઠ્યા પછી ટોયલેટ ઉપર ચાર્જ ચાર્ટમાં પણ પેશાબ ચાર્જ ફ્રી દર્શાવેલ છે છતાં પણ હજુ બિન્દાસ્ત ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. આ અંગે એસ.ટી વિભાગીય નિયામકને પૂછતા અજાણ હોઇ સત્વરે બસપોર્ટ સંચાલનને તાકીદ કરાશે તેવું જણાવ્યું હતું.
મહેસાણાના મોઢેરા રોડ એસ.ટી તંત્ર દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં કરોડના ખર્ચે બસપોર્ટ સુવિધા આકાર પામી છે. ગુરુવારે સવારે 11.10 વાગ્યાના અરસામાં બે મહિના ટોયલેટથી બહાર નિકળતા બહાર બેઠેલા કામદારે ચાર્જ માંગતાં મહિલાએ રૂ. 10ની નોટ આપી તો રૂ. 5 કામદારે પરત કર્યા હતા. મહિલા મુસાફરને પૂછ્યું કે ચાર્જ લીધો અને અંદર તો પાણી ભરાયેલ હોઇ ગંદકી છે. એજન્સી રાહે ફરજના કામદાર હિન્દી જાણતા હોઇ તેમની ભાષામાં પૂછ્યુ કે શાનો ચાર્જ તો કહ્યું, સાહેબ પગાર મળતો નથી, આ ચાર્જમાંથી ચાલે છે એટલે લઇએ છીએ.
આ અંગે મહેસાણા એસ.ટી વિભાગીય બાંધકામ ઇજનેર સુધિરભાઇ ત્રિવેદીને પૂછતા તેમણે કહ્યુ કે, યુરિન ચાર્જ ન હોય, બસપોર્ટમાં ચાર્જ લેવાતો હોય તો અમારા ધ્યાનમાં નથી,જરૂર તપાસ કરાવીને બસપોર્ટ મેનેજરનું ધ્યાન દોરાશે. આ દરમ્યાન એસ.ટી વિભાગીય નિયામકે પૂછપરછમાં જણાવ્યુ કે, પીપીપી મોડમાં બસપોર્ટ સંચાલકે સફાઇ, મેન્ટેનન્સ,ટોયલેટ વગેરે સંભાળવાનું હોય છે.એક મહિના પહેલા જ બસપોર્ટમાં સફાઇ બાબતે નોટિસ આપેલી છે. ચાર્જ લેવાતો હશે તો બંધ કરવા નોટિસ અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.