તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સતલાસણાના વઘારની સીમમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, ત્રણની ધરપકડ

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતલાસણા પોલીસે મોબાઈલ, ટેબલેટ સહિત રૂ.12 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • ડબ્બા ટ્રેડિંગ કરાવતા ભાલકના શખ્સ સહિત 6 શખ્સો સામે ગુનો નોંધાયો

સતલાસણા તાલુકાના વઘાર ગામની સીમમાં ડબ્બા ટ્રેડિંગ કરતા ત્રણ શખ્સો રૂ. 12 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. તપાસમાં અન્ય નામો ખુલતાં સતલાસણા પોલીસે 6 સામે ગુનો નોંધ્યો છે. સતલાસણા પોલીસે તાલુકાના વઘાર ગામની સીમમાં મોબાઈલ અને લેપટોપથી સ્ટોક એક્સચેન્જનું લાયસન્સ મેળવ્યા વગર અને સેબીના નિયમોનું ઉલ્લંઘન કરી શેરની લે-વેચના હિસાબો હવાલાથી કરી ડબ્બા ટ્રેડિંગ કરતાં 3 શખ્સોને રૂ.12 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો ભાગી ગયા હતા. તે

મજ વિસનગરના ભાલકનો રિઝવાન શેખ પગારથી માણસો રાખીને ડબ્બા ટ્રેડિંગ કરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલતાં પોલીસે કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સતલાસણા પોલીસને બાતમી મળી હતી કે, વઘાર ગામની સીમમાં ઠાકોર કિરણજી પરથીજીના ઘરની બાજુના ખેતરમાં કેટલાક શખ્સો મોબાઈલથી ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા છે. જે આધારે પોલીસે રેડ કરી 3 શખ્સોને 5 મોબાઈલ, એક ટેબલેટ અને નોટબુકો સાથે પકડી લીધા હતા. જ્યારે 2 શખ્સો ભાગી ગયા હતા.

મોબાઈલ તપાસતાં માર્કેટ પલ્સ નામની એપ્લીકેશનના માય એકાઉન્ટમાં શેરની લે-વેચની શીટો મળી આવી હતી. આથી પોલીસે 6 શખ્સો સામે સ્ટોક એક્સચેન્જનું લાયસન્સ લીધા વગર શેર લે-વેચનો ધંધા કરી હવાલા દ્વારા સોદાના શેરોના ભાવમાં વધ-ઘટથી થતા નફા નુકસાનના હિસાબો કરી ભારત સરકારને આર્થિક નુકસાન પહોંચાડી ઠગાઈ કરી અને સેબીના નિયમોનું ઉલ્લંઘન કરવાનો સતલાસણા પોલીસમાં ગુનો નોંધ્યો છે.

આ 6 શખ્સો સામે ફરિયાદ
1. ઠાકોર અજીતજી પરથીજી (રહે.વઘાર)
2. ઠાકોર પ્રકાશજી ઉર્ફે પોપટજી વિનુજી (રહે.વઘાર)
3. ઠાકોર સુરેશજી મોઘાજી (રહે.વઘાર)
4. ઠાકોર મનિષજી વિરસંગજી
5. અજાણ્યો શખ્સ
6. રિઝવાન શેખ (રહે. ભાલક)

અન્ય સમાચારો પણ છે...