દહેજની લાલચ:તારે અમારા ઘરમાં રહેવું હોય તો 25 લાખ લઇ આવ, પરિણીતાને તગેડી મૂકતા પતિ, સાસુ સસરા સામે ફરિયાદ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેસાણામાં 28 વર્ષીય તબીબ પરિણીતા પાસે 25 લાખ દહેજ માંગવામાં આવ્યું

મહેસાણામાં સોશિયલ મીડિયા પર મળેલા બે યુવક યુવતીએ પોતાના સંબંધને લગ્નમાં ફેરવ્યા હતા. જે બાદમાં લગ્ન પછી યુવક યુવતી સાથેની વાતચીત ઓછી કરી દેતા પતિએ પત્ની પાસે છૂટાછેડાની માંગણી કરી હતી. તેમજ લાલચુ સાસરી પક્ષવાળાએ પરિણીતા પાસે ઘરે રહેવું હોય તો અમને 25 લાખ આપ એમ કહી ઘરેથી તગેડી મૂકી હતી. તેથી પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે.

યુવતી રાજસ્થાન રહેતા તેના પતિએ વાતચીત કરવાનું બંધ કરી દીધું

મહેસાણામાં સોશિયલ મીડિયા મારફતે મળેલા યુવક યુવતીએ 2019માં લગ્ન કર્યા હતા. જેમાં મૂળ અલવરની અને હાલ મહેસાણા શહેરના તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ ખાતે રહેતી યુવતીએ મહેસાણામાં રહેતા અર્પિત અનિલભાઈ પટેલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન વધુ સમય સુધી ટકી શક્યા નહિ. જેમાં BHMS હોમિયોપેથીક ડોકટર મહિલાના લગ્ન કરે થોડા જ વર્ષ બાદ યુવતી રાજસ્થાન રહેતા તેના પતિએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ પતિએ પત્નીને કોલ પર કહેલુ કે મારા માતા પિતા લગ્નને માનતા નથી. જેથી તું મને છૂટાછેડા આપી દે જે બાદમાં યુવતીએ પતિના પરિવારજનોને લગ્નના ફોટો અને સર્ટી વાયરલ કર્યા હતા. જેથી પતિ-પત્ની અવાર નવાર ઝઘડાઓ કરતા પત્નીએ 181માં પોલીસને પણ જાણ કરી હતી. જે બાદમાં પોલીસે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

દહેજની માંગ કરી ઘરમાંથી કાઢી મુકવાની ફરિયાદ નોંધાવી

ત્યારબાદ પત્ની રાજસ્થાન અલવર ખાતે ઇન્ટરશીપ પૂરું કરવા ગઈ હતી. જેમાં ઇન્સ્ટરશીપ પૂરું થયા બાદ પત્ની 23 મેના રોજ મહેસાણા પોતાના સાસરે આવી હતી. જે બાદમાં 8 જુનના રોજ પત્ની ઘર કામ કરી રહી હતી. એ દરમિયાન તેના સસરા અનિલ ભાઈ પટેલે પરિણીતાના ફોટો પાડી લીધા હતા. અને તેની સામે ફરિયાદ કરી જેલ મોકલી દેવાની ધમકી આપી હતી. અને પરિણીતાને કહેલુ કે તારા લગ્નથી અમને કોઈ ફાયદો થયો નથી. અને તારે અમારા ઘરે રહેવું હોય તો 25 લાખ લઈને આવજે એમ કહી પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરિણીતાએ સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં પતિ, સાસુ, સસરા સામે 25 લાખના દહેજની માંગ કરી ઘરમાંથી કાઢી મુકવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...