કરુણા અભિયાન 2023 અંતર્ગત મહેસાણા ખાતે પક્ષી બચાવ અભિયાનનો વન વિભાગ અને અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળના સહયોગથી મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો છે. આપની આજુબાજુ કોઈ ઘાયલ પશુ-પક્ષી જણાય તો નિજાનંદ ગ્રુપના હેલ્પલાઇન નંબર 99796 99909 પર જણાવતાં તુરંત સારવારનો લાભ લઇ શકાશે.
દર વર્ષે 13 થી 16 જાન્યુઆરી દરમિયાન નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળની ટીમ દ્વારા આ સેવા કાર્ય રાજાના માર્ગદર્શન હેઠળ કરેછે. જેમાં સમાજના તમામ વર્ગોનો સહયોગ મળે છે. કોઈ ઘાયલ પશુ-પક્ષી જણાય તો હેલ્પ લાઇન નંબર 99796 99909 પર જણાવવું. કાર્યક્રમને સફળ બનાવવા દીપક બારોટ, તપસ્વી વ્યાસ, સુધીર ઠક્કર, રાકેશ શર્મા, અનિલ દવેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. જિલ્લા વન અધિકારી દેસાઈ અને પશુપાલન અધિકારી સહિત વન ખાતાની ટીમનો સહયોગ મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.