તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા શહેરના ઉપનગર જૈનસંઘમાં રવિવારના પ્રેરણામૃતમાં મુનિરાજ શ્રીરાજસુંદર વિજયજી મ.સા.એ કહ્યું કે, પ્રેમ એટલે હું ના તો પ્રેમ એટલે તું ના તો પ્રેમ એટલે? બસ આપણે. હું અને તું એ સ્વતંત્ર પીંછા છે અને સ્વતંત્ર પીંછાનું કોઈ મૂલ્ય નથી. જ્યારે આપણે એ પીંછાનો સમૂહ બનીને પાંખો બને છે. પક્ષી પાસે આવી પાંખો હોય તો જ તે મુક્તગગનમાં ઉડ્ડયન કરી શકે છે. તેમ આપણે પણ આ આપણેની પાંખો દ્વારા પ્રેમના અસીમ આકાશમાં ઉડ્ડયન કરી શકીશું. તેથી હું અને તુંને બાજુમાં મૂકીને આપણેને પ્રાધાન્ય આપવું જોઈએ.
સંબંધમાં પોતાનું જ મહત્વ હોય તો એ પ્રેમ નથી પરંતુ રાગ છે. જ્યારે બીજાનું જ મહત્વ હોય તો એ સાચો પ્રેમ છે. પુષ્પ પોતાની પરિમલનો ઉપયોગ સ્વયં ક્યારેય કરતું નથી. તે પરિમલ તો હંમેશા બીજા માટે જ હોય છે. તેમ પ્રેમ પુષ્પ જેવો છે તેમાં પરનું જ પ્રાધાન્ય હોય છે. પુષ્પ કોમળ હોય છે. તેમ પ્રેમ પણ અતિશય કોમળ હોય છે. પુષ્પને સાચવીએ તેનાથી વધુ સારી રીતે પ્રેમને સાચવવો જોઈએ.
દુનિયાનાં લગભગ લોકો પ્રેમ મેળવવા ચાહે છે પણ પ્રેમ આપવાનું મન નથી થતું હોતું. પણ આવું કરનાર અણસમજું લાગે છે. કારણ કે પ્રેમ તો પ્રદાનનો જ વિષય છે, પ્રેમ મેળવવો હોય. તેની તો આ જ શરત છે કે, તમે આપો. પ્રેમ એક એવો જાદુઈ પદાર્થ છે કે, જેટલો વધુ આપશો તેટલો વધુ મળશે અને ઓછો આપશો તો ઓછો. તેથી આપણાથી થાય તેટલો વધારે ને વધારે સૌને પ્રેમ આપવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ જ સંદર્ભમાં બીજી વાત એવી છે કે, જે આપણા મનની વિચિત્રતા છે કે આપણને ગમે તેટલો પ્રેમ મળતો હોય તો ય તે ઓછો જ લાગે. તો વળી આપણા દ્વારા અપાતો હોય તે પ્રેમ સૌથી વધારે લાગે. ઘણીવાર મનમાં પ્રશ્ન થતો હોય છે કે, હું તેને આટલો પ્રેમ કરૂ છું, છતા તે કેમ પ્રતિભાવ આપતો જ નથી કે આપતી જ નથી. ના, આવો અંશ પણ વિચાર નહીં કરવાનો. સામેની વ્યક્તિનો વિચાર કર્યા વિના એ શું કરે છે તે જોયા વિના પણ માત્ર પ્રેમ આપતાં જ રહીશું તો ક્યારેક તો પ્રેમનો પ્રતિભાવ અવશ્ય મળશે જ.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.