પ્રવચન:વિશ્વમાં નિર્દોષ કઠિન તપસ્યાઓનું ઝળહળતું કેન્દ્ર કોઈ હોય તો તે જૈન ધર્મમાં છે : જૈનાચાર્ય

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીઉપનગર જૈન સંઘમાં પ્રવચનકાર આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.નું પ્રેરણામૃત યોજાયું

મહેસાણા શહેરના શ્રીઉપનગર જૈન સંઘમાં પ્રવચનકાર આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.અે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં નિર્દોષ કઠિન તપસ્યાઓનું ઝળહળતું કેન્દ્ર કોઈ હોય તો તે જૈન ધર્મમાં છે. મનુષ્ય તિર્યંચો માટે આહાર પાણી અનિવાર્ય છે તેનો કોઇ ઇન્કાર કરતું નથી. પરંતુ હજારો-લાખો ઉંદરો, કુતરાઓ, વાઘ, દીપડા, પોપટ જેવાં પંખીઓ જો પિંજરામાં કેદ થવાની સજા ભોગવતા હોય તો તેનું કારણ ભોજનની ઘોર લાલસા છે.

લાખો-કરોડો માનવને પેટ ભરવા માટે આહારના માટે મોટાભાગે કાળી મજૂરી કે ભાગદોડવાળી નોકરી એક રીતે ગુલામી કરવી પડે છે. પણ ભાર વાહક પશુઓને છોડીને બાકીના પશુ-પંખીઓને આહાર માટે એવી મજૂરી કે ગુલામી કરવી પડતી નથી શું કારણ? એમને ચટાકેદાર-મસાલેદાર, સાકરવાળી, રસગુલ્લા કે ગુલાબ જાંબુ વગેરે મિષ્ઠાન્નની કોઈ અપેક્ષા હોતી નથી. માનવને આવી અપેક્ષા બહુ મોટી હોવાથી ભાવતા ભોજન વધુ પડતા ખાધા વગર ચાલતું નથી, સંયમ કે જાત પર અંકુશ રાખી શકતા નથી. એનો મોટો લાભ હોટલોવાળા ઉઠાવી લે છે.

પછી બીજા નંબરે હોસ્પિટલો વાળા ઉઠાવે છે. લાખો ને કરોડો કમાય છે. મોટાભાગની હોટલો શ્રીમંતોથી ઉભરાય છે અને મોટાભાગની હોસ્પિટલો અમર્યાદિત પણે ખા-ખા કરનારા ખાઉધરાવૃત્તિવાળા શ્રીમંતો કે મધ્યમ વર્ગવાળા લોકોથી ઉભરાય છે. ખૂન કરનારાઓ કોઈને મારી નાખવા માટે સીધો સરળ રસ્તો ભોજનમાં ઝેર આપવાનો જ અપનાવે છે.

શ્રી તીર્થંકર ભગવંતોએ મોક્ષ પ્રાપ્તિ માટે ઉપવાસ આંબેલ વગેરે તપસ્યા ઉપર ખૂબ જભાર મુકવાનું કારણ જ એ છે કે ખા-ખા કરવાથી કે ખાઉધરાવૃત્તિથી રોગની બીમારી એટેક, કેન્સર, કિડની ફેલ વગેરે ભયંકર રોગો આવ્યા વગર રહેતા નથી. તેમ જ ભાવતા ભોજનો ખાવા ઉપર કંટ્રોલ રહેતો નથી. ઠાંસી ઠાંસીને ખાનારા માંદા પડે છે. શ્રી જૈન સંઘોમાં આશરે દર વર્ષે 25 લાખથી વધુ ઉપવાસ અને 25 લાખથી વધુ આંબેલ (લીલોતરી શાક દૂધ ઘી વગેરે વિગઈ વગરનું લુખા ભોજન) ની ભરપૂર તપસ્યાઓ થાય છે.

તે પર્યુષણ આંબેલ ઓળીના દિવસોમાં સર્વે કરવાથી ખબર પડે છે કે એવા કોઈ તપસ્વીઓને હોસ્પિટલમાં જવું પડતું નથી એનો નિષ્કર્ષ એ છે કે જેને પરમ શાશ્વત સુખી થવું છે. તેઓએ આહાર પાણીની ઘોર લાલસ રાખવી નહીં, જરૂર હોય એટલું જ ખાવું-પીવું, બહુ ચટાકેદાર-મસાલેદાર ટેસ્ટફુલ મીઠાઈ ફરસાણના શોખીન બનવું નહીં, જાત ઉપર કંટ્રોલ માટે ઉપવાસ આંબેલના વ્રતો અવશ્ય કરવા, ખા ખા કરવા માટે જીવવાનું નથી પણ જીવવા માટે પરિમિત સાદા ભોજનથી ચલાવી લેવાનું છે.

અન્ય સમાચારો પણ છે...